Saturday, September 14, 2024
Homeરાષ્ટ્રીયદક્ષિણમાં મુદ્દાની રાજનીતિ, ઉતરમાં સપાટી પરની રાજનીતિ: રાહુલના નિવેદન મામલે વિવાદ

દક્ષિણમાં મુદ્દાની રાજનીતિ, ઉતરમાં સપાટી પરની રાજનીતિ: રાહુલના નિવેદન મામલે વિવાદ

- Advertisement -

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પોતાના ઉત્તર-દક્ષિણના નિવેદનને લઈને ચારેકોરથી બરાબરના ઘેરાયા છે. કેરળમાં પોતાના સંસદીય મતવિસ્તાર વાયનાડમાં રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપ આક્રમક છે તો કોંગ્રેસ બચાવની સ્થિતિમાં છે. જોકે કોંગ્રેસમાં પણ રાહુલ ગાંધીના નિવેદનને લઈને બે ફાંટા પડી ગયા છે. કોંગ્રેસના નેતા કે જે જી-23ના સભ્યો છે જેમણે પાર્ટીમાં સુધાર કરવાને લઈને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો, તેમણે કહ્યું છે કે, એ પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિર્ભર કરે છે કે, તે ઉત્તર વિરૂદ્ધ દક્ષિણના પોતાના નિવેદનને લઈને સ્પષ્ટતા કરે.

- Advertisement -

કપિલ સિબ્બલ અને આનંદ શર્મા જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ કહ્યું છે કે, રાહુલ ગાંધી જ આ મામલે સ્પષ્ટતા કરી શકે છે. જોકે કોંગ્રેસના અન્ય નેતાઓએ રાહુલ ગાંધીની આ ટિપ્પણીનો બચાવ કર્યો હતો.

આનંદ શર્માએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાસે ઉત્તરના મહાન નેતાઓ રહ્યાં છે. સંજય ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, કેપ્ટન સતીશ શર્માથી લઈને રાહુલ ગાંધી સુધીના કોંગ્રેસના નેતાઓને ચૂંટી કાઢવા માટે પાર્ટી અમેઠીવાસીઓની આભારી છે. રાજ્યસભામાં પાર્ટીના ઉપનેતા આનંદ શર્માએ વધુમાં ઉમેર્યું હતું કે, રાહુલ ગાંધીએ પોતાના કોઈ અનુંભવના આધારે આ ટિપ્પણી કરી છે, પરંતુ દેશના કોઈ પણ ક્ષેત્રનું અપમાન કરવાની વાત મને નથી દેખાતી. હવે આ મામલે રાહુલ ગાંધી જ સ્પષ્ટતા કરી શકે છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે દેશને એક જ ગણ્યો છે. અમે ક્યારેય ક્ષેત્ર, ભાષા અને ધર્મના આધારે ક્યારેય કોઈ રેખા નથી ખેંચી.

- Advertisement -

કપિલ સિબ્બલે કહ્યું હતું કે, ભાજપ જ છે જે દેશને વિભાજીત કરી રહી છે, પરંતુ રાહુલ ગાંધીએ જે કહ્યું છે તેને લઈને તો તેઓ જ જણાવી શકે છે કે ક્યા સંદર્ભમાં આમ કહ્યું છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ ત્રિવેંન્દ્રમમાં આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, હું 15 વર્ષ સુધી ઉત્તર ભારતમાં સાંસદ રહ્યો હતો. મને એક અલગ જ પ્રકારની રાજનીતિની આદત પડી ગઈ હતી. મારે ત્યાં એક અલગ જ પ્રકારની રાજનીતિનો સામનો કરવો પડ્યો હતો. કેરળ આવવુ મારા માટે એકદમ નવી બાબત હતી. અહીં આવવુ મારા માટે તાજગીભર્યુ રહ્યું. અહીંના લોકોને મારા માટે પ્રેમ છે. સાથે જ અહીંના લોકોને જમીની મુદ્દાઓને લઈને સમજણ છે. અહીંના લોકો મુદ્દાની રાજનીતિ કરે છે. જ્યારે ત્યાં (ઉત્તર ભારત)માં માત્ર સપાટીની રાજનીતિ થાય છે. લોકો મુદ્દાના ઉંડાણમાં નથી જતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular