Wednesday, November 6, 2024
Homeરાજ્યગુજરાતધો.9થી12ની પ્રથમ પરીક્ષા અને ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર

ધો.9થી12ની પ્રથમ પરીક્ષા અને ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર

- Advertisement -

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્રારા ધો.9થી12ની પ્રથમ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. તેમજ ધો.9થી11ની વાર્ષિક પરીક્ષાની પણ તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આ આગાઉ ધો.10 અને ધો.12ની પરીક્ષાના ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસની મહામારીના પરિણામે 9 મહિના સુધી શાળાઓ બંધ રહ્યા બાદ હવે શાળાઓ ખુલી છે. ત્યારે પ્રથમ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. 70% અભ્યાસક્રમ મુજબ પરીક્ષા લેવામાં આવશે. કોરોનાને લીધે સ્કૂલો જાન્યુઆરી સુધી બંધ રહેતા સ્કૂલોમાં પ્રથમ સત્રની પરીક્ષા લઈ શકાઈ નથી. 

- Advertisement -

ધો.9થી12માં 19મી માર્ચથી પ્રથમ સત્ર પરીક્ષા શરૂ થશે અને 7 જુનથી ધો.9 અને 11માં વાર્ષિક પરીક્ષા લેવાશે.આ વર્ષે આંતરિક ગુણ માત્ર પ્રથમ પરીક્ષાના પરિણામના આધારે જ ધ્યાને લેવાશે. સરકારે 11 જાન્યુઆરીથી રાજ્યમાં ધો.ધો.10-12ની અને ત્યારબાદ ધો.9 અને 11ની સ્કૂલો વિદ્યાર્થીઓની હાજરી સાથે રેગ્યુલર શરૃ કરી દીધી છે. હવે સ્કુલોમાં વિધાર્થીઓની હાજરી સાથે જ પરીક્ષા લેવામાં આવશે. આ વર્ષે બીજા સત્રની પરીક્ષાઓ લેવામાં નહિ આવે. માત્ર પ્રથમ સત્રની જ પરીક્ષાઓ લેવામાં આવશે. અને ત્યારબાદ વાર્ષિક પરીક્ષાઓ લેવામાં આવશે. કોરોના વાયરસને પરિણામે ચાલુ શૈક્ષણિક વર્ષમાં એકેડમિ કેલેન્ડર જાળવી શકાયુ નથી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે બીજા સત્રની પરીક્ષા જ થનાર ન હોવાથી માત્ર પ્રથમ પરીક્ષાના પરિણામમાંથી આંતરિક મુલ્યાંકનના ગુણ સ્કૂલોએ મુકવાના રહેશે.

ગુજરાત બોર્ડ દ્વારા સરકારની મંજૂરીથી ધો.9થી12માં પ્રથમ સત્ર અને 9-11માં વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર કરી દેવાઈ છે. જે મુજબ ધો.9થી12માં 19મી માર્ચથી પ્રથમ સત્ર પરીક્ષા લેવાશે અને જે 27 માર્ચ સુધી ચાલશે. જ્યારે ધો.10-12ની બોર્ડ પરીક્ષા મેમાં પૂર્ણ થયા બાદ ધો.9 અને 11માં વાર્ષિક પરીક્ષા 7 જુનથી વાર્ષિક પરીક્ષા લેવાશે ,જે 15 જુન સુધી ચાલશે.સ્કૂલોએ પોતાની રીતે પ્રથમ સત્ર અને વાર્ષિક પરીક્ષા લેવાની રહેશે. બોર્ડ દ્વારા ધો.9 થી 12માં 30 ટકા અભ્યાસક્રમ ઘટાડી દેવાયો છે 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular