વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે જામનગર ભારતીય સિંધુ સભા તેમજ ઝુલેલાલ મંદિરના સંયુક્ત ઉપક્રમે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભારતના વિભાજન સમયે પોતાના પ્રાણ ગુમાવનાર લાખો નિર્દોષ નાગરિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે દેશના વિભાજનની કરુણ ઘટના ભારતના ઇતિહાસનું અત્યંત દુ:ખદ પ્રકરણ છે. તે સમયની પીડા, સંઘર્ષ અને બલિદાનને આવનારી પેઢી સુધી પહોંચાડવા તેમજ રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સામાજિક સૌહાર્દના સંદેશને મજબૂત બનાવવાના હેતુથી દર વર્ષે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
View this post on Instagram
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના આગેવાનો, સભ્યો તથા નગરજનોએ ઉપસ્થિત રહી મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અંતે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.


