જામનગર પીજીવીસીએલની લેબોરેટરીમાં વીજગ્રાહકના મીટરમાં ચેકિંગ દરમિયાન સ્માર્ટ રીતે ચોરી કરાતી હોવાનું ખુલતા વીજતંત્રએ એક લાખનું પૂરવણી બીલ આપ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ક્રિકેટ બંગલા પાસે આવેલા સિલ્વર એ 501 નંબરના ફલેટલના મિટરમાં ક્ષતિ હોવાની આશંકા એ પીજીવીસીએલ દ્વારા મીટર બદલવામાં આવ્યું હતું અને જુની મીટર લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. સેન્ટલ ઝોન પેટા વિભાગ દ્વારા લેબેરેટરી અધિકારી સાથે રહી જુના મીટરનું પરીક્ષણ કરાતા મીટરની પાછળ રહેલો નાનો ચોરસ કટકો કાપીને અંદરની મીટર સર્કિટ સાથે એક વધારાનો રજીસ્ટન્સ જોડેલો હતો અને નરી આંખે જોઇ શકાય નહીં તે રીતે સ્માર્ટ ગેરરીતિ આચરી હતી. આ બાહ્ય રજીસ્ટન્સની મદદથી વીજમીટરમાં નોંધાતો પાવર અટકાવી ગેરરીતિ આચરવાની સ્માર્ટ રીત ખુલ્લી પડી ગઇ હતી. જેથી વીજચોરી કરવા બદલ સેન્ટ્રલ ઝોન પેટા વિભાગના નાયબ ઈજનેર અજય પરમાર દ્વારા વીજઅધિનિયમ 2003 ની કલમ 135 હેઠળ કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ નોંધવા અને વીજ ગ્રાહકને રૂા.1,01,368 નું પૂરવણી બીલ ફટકારવામાં આવ્યું હતું.