Wednesday, December 4, 2024
Homeરાજ્યજામનગરબાળકીના શારીરિક શોષણ સહિતના કેસમાં આરોપીને 30 વર્ષની જેલ

બાળકીના શારીરિક શોષણ સહિતના કેસમાં આરોપીને 30 વર્ષની જેલ

દરેક કલમમાં રૂા.5000 નો દંડ તથા ભોગ બનનારને રૂા.6 લાખ વળતર ચૂકવવા હુકમ

- Advertisement -

જામનગરની બાળકી સાથે શારીરિક શોષણ તથા પોકસોના કેસમાં પોકસો અદાલત દ્વારા આરોપીને 30 વર્ષની જેલ તથા દરેક કલમમાં રૂા.5000નો દંડ તથા ભોગ બનનારને રૂા.6 લાખનું વળતર ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરમાં રહેતાં એક 5રિવાર દ્વારા તા.1/01/2023 ના રોજ જામનગર સિટી સી ડીવઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાની ભોગ બનનારની પુત્રીને સર્જન ઉર્ફે ઝહરી ઉર્ફે જંગ બહાદુર વિશ્ર્વકર્મા વિરૂધ્ધ ફરિયાદી એ પોતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયા અંગેની ફરિયાદ નોંધાવી હતી. તે મુજબની ફરિયાદીની ચાર વર્ષની બાળકીને બદકામ કરવાના ઈરાદે ચોકલેટ આપવાની લાલચ આપી લઇ જઇ આરોપીએ શારીરિક શોષણ અને સતામણી કરવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ઉપરોકત કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી.

જે કેસ અદાલતમાં ચાલી જતાં 37 જેટલા દસ્તાવેજી પૂરાવા અને 22 જેટલા સાક્ષી સાહેદોની સોગંદ ઉપરની જુબાની તેમજ ડી.એન. એ. ટેસ્ટ રિપોર્ટ, ફોરેન્સીક સાઈન્ટીક રિપોર્ટ વગેરે તથા જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરીની પ્રવર્તમાન સમય અનુસંધાને બનતા ગુનાઓ અંગેની ગંભીરતા અને સંસ્કૃતિ તથા સમાજને અનુલક્ષી રજૂઆતો તથા સુપ્રિમ કોર્ટ તથા હાઈકોર્ટના પ્રસ્થાપિત કરેલા સિધ્ધાંતો તથા પોકસો જેવા ગંભીર કેસોમાં સરકાર દ્વારા અવાર-નવાર આવા ગુનાઓ અટકાવવા માટે આપવામાં આવતા માર્ગદર્શનો વિગેરે ધ્યાને લઇ સ્પે. પોકસો અદાલતના ન્યાયાધિશ માધુરીબેન કે. ભટ્ટ દ્વારા આરોપીને 30 વર્ષની સખ્ત કેદની સજા તથા અલગ અલગ કલમો હેઠળ રૂા.5000/- નો દંડ અને ભોગ બનનારને રૂા.6 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

- Advertisement -

પોલીસે તા.1-1-2023 ના રોજ ફરિયાદ નોંધી અને તા.5-1-2023 એટલે કે માત્ર પાંચ દિવસમાં ચાર્જસીટ ફાઈલ કર્યુ હતું. કેસમાં આરોપીને કોર્ટે અલગ અલગ કલમ હેઠળ સજા અને દંડનો હુકમ કર્યો છે. જેમાં આઇપીસી 363 માં પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.5000 નો દંડ અને જો આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની સજા તેમજ પોકસો એકટની કલમ 4 મા 30 વર્ષની કેદની સજા અને રૂા.5000 નો દંડ અને આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની સજા તથા પોકસો એકટની કલમ 6 માં 30 વર્ષની કેદની સજા અને 5000 નો દંડ અને આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની સજા તથા પોકસો એકટની કલમ 10 માં 7 વર્ષની કેદની સજા અને 5000 નો દંડ અને આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની સજા તથા પોકસો એકટની કલમ 12 માં ત્રણ વર્ષની સજા અને રૂા.5000 નો દંડ અને આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની સજા તથા આઈપીસી કલમ 376(એ)(બી) પોકસો કલમની સાથે ભોગવાની રહેશે અને દંડની રકમ રૂા.5000 ભોગ બનનારને આરોપીએ ચૂકવવાનું રહેશે. તથા ભોગ બનનાર બાળાને વળતર સ્વરૂપે રૂા.6 લાખ ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. સદર કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ જમન કે. ભંડેરી રોકાયા હતા.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular