Thursday, April 23, 2026
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લાના વધુ 27 પોલીસ કર્મીઓની આંતરિક બદલી

દ્વારકા જિલ્લાના વધુ 27 પોલીસ કર્મીઓની આંતરિક બદલી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા કુલ 27 એ.એસ.આઈ., હેડ કોન્સ્ટેબલ વિગેરેના સામુહિક બદલીઓના ઓર્ડર જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યા છે.

- Advertisement -

જેમાં એ.એસ.આઈ. તરીકે અહીંની સીપીઆઈ કચેરી ખંભાળિયાના કેશુરભાઈ ભાટિયાને ભાણવડ, એસ.ઓ.જી.ના હરદેવસિંહ ગુમાનસિંહ જાડેજાને સલાયા મરીન, ખંભાળિયા પોલીસ મથકના ચંદ્રસિંહ ગુમાનસિંહ જાડેજાને કલ્યાણપુર ખાતે બદલવામાં આવ્યા છે. આ સાથે વાડીનાર, સલાયા, દ્વારકા, કલ્યાણપુર, વિગેરે જુદી જુદી કચેરીઓમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ, એલ.આર. વિગેરેની પણ બદલી કરાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular