દેશભકિત એક ઇવેન્ટ બની ગઇ હોય તેમ તેની ઉજવણી કરવામાં આવી રહી છે. જામનગર શહેરમાં પણ તિરંગા યાત્રા યોજીને દેશભકિત દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ તિરંગા યાત્રામાં ઉપયોગમાં લેવાતા રાષ્ટ્રધ્વજનું ઘોર અપમાન જોવા મળ્યું છે. રાષ્ટ્રની આન-બાન-શાન સમા રાષ્ટ્રધ્વજ કચરાની જેમ ઉકરાડામાં ફેંકી દેવામાં આવતા ખરા દેશ ભકતોની દેશદાઝ અને આત્મ સન્માનને ભારે ઠેસ પહોંચી છે. રાષ્ટ્રધ્વજનું આ રીતનું અપમાન કોઇપણ રીતે સહન કરી શકાય તેમ નથી. આ માટે જવાબદારો સામે તાકિદે કાર્યવાહી કરવામાં આવે અને તેમને સાચી દેશભકિત સમજાવવામાં આવે તે જરૂરી બન્યું છે.
View this post on Instagram


