Monday, May 16, 2022
HomeબિઝનેસStock Market Newsસપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં અફડાતફડીના બાદ ફંડોની દરેક ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં અફડાતફડીના બાદ ફંડોની દરેક ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૧.૨૦૨૨ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૨૭૬.૯૪ સામે ૫૭૭૯૫.૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૧૧૯.૫૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૯૬૫.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૬.૭૧ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૨૦૦.૨૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૧૪૯.૫૫ સામે ૧૭૨૦૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૦૯૫.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૦.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૧૩૩.૪૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત પ્રત્યાઘાતી ઉછાળા સાથે થઈ હતી, પરંતુ યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા બે દિવસીય મીટિંગના અંતે ૪૦ વર્ષની ઊંચી સપાટીએ પ્રવર્તિ રહેલા ફુગાવા-મોંઘવારીના આંકને લઈ ફરી ચિંતા વ્યકત કરીને ચાલુ વર્ષમાં ટૂંક સમયમાં જ માર્ચમાં વ્યાજ દરમાં ૦.૨૫%નો વધારો કરવામાં આવશે એવા અપાયેલા સંકેત અને ક્રુડ ઓઈલમાં તેજીની આગ વધુ ભભૂકી ઊઠી બ્રેન્ટ ૯૦ ડોલરની સપાટી કુદાવી જતાં વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે ભારતીય શેરબજારમાં પણ આજે બે તરફી અફડાતફડીના અંતે ઘટાડો નોંધાયો હતો. આઈટી – સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી કંપનીઓના શેરોમાં સતત ફંડોના ઓફલોડિંગ બાદ આજે બેંકિંગ-ફાઈનાન્સ, ઓટો અને કેપિટલ ગુડ્સ શેરોમાં હેમરીંગે બીએસઇ સેન્સેક્સ આરંભમાંનો તમામ ઉછાળો ભૂસીને ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

- Advertisement -

અમેરિકન ફેડરલ રિઝર્વે માર્ચમાં વ્યાજ દર વધારવાના સંકેત આપ્યા હતા તથા બોન્ડ બાઈંગ કાર્યક્રમનો પણ જલદીથી અંત લાવવાના નિર્ણયને દોહરાવ્યો હતો. અમેરિકામાં ફુગાવો ચાલીસ વર્ષની ઊંચી સપાટીએ છે ત્યારે વ્યાજ દર વધારવાનું આવશ્યક બની જાય છે. કોરોના સામેથી અર્થતંત્રને બચાવવા ફેડરલ રિઝર્વે ૨૦૨૦માં જાહેર કરેલી હળવી નાણાં નીતિનો આ સાથે અંત આવશે. માર્ચમાં વ્યાજ દરમાં સૂચિત વધારો ત્રણ વર્ષમાં પહેલી વખત જોવા મળશે. હાલમાં ફુગાવો બે ટકાની ઉપર છે અને લેબર માર્કેટ પણ મજબૂત છે ત્યારે વ્યાજ દરને  ટૂંકમાં ફેડરલના ટાર્ગેટ રેન્જ સુધી વધારવાનું યોગ્ય છે એમ કમિટિ માની રહી છે. ૧૫-૧૬ માર્ચના મળનારી કમિટિની હવે પછીની બેઠકમાં વ્યાજ દરમાં વધારો જાહેર થવાની રોકાણકારો અપેક્ષા રાખી રહ્યા છે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ, ઓટો, ફાઈનાન્સ, કેપિટલ ગુડ્સ અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૫૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૧૭ અને વધનારની સંખ્યા ૧૯૪૭ રહી હતી, ૯૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૮૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૭૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, નિફટી ૫૦૦ ઈન્ડેકસ કંપનીના સ્ટોકસમાં વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ્સ ડિસેમ્બર ત્રિમાસિકમાં ઘટીને ૬  ત્રિમાસિકની નીચી સપાટીએ રહ્યું હતું. ડિસેમ્બર ત્રિમાસિક  દરમિયાન વિદેશી રોકાણકારોએ ભારતીય ઈક્વિટીઝમાંથી પાંચ અબજ ડોલરનું રોકાણ પાછું ખેંચ્યું હતું. નિફટી ૫૦૦ ઈન્ડેકસ કંપનીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું હોલ્ડિંગ્સ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં જે ૨૧.૫૦% હતું તે ડિસેમ્બર ત્રિમાસિકમાં ઘટી ૨૦.૯૦% રહ્યું હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું. વિશ્વના અન્ય બજારોની સરખામણીએ ભારતીય ઈક્વિટીઝના મૂલ્યાંકનો ઊંચા હોવાની ચિંતા વચ્ચે એફપીઆઈના હોલ્ડિંગ્સમાં સતત ચોથા ત્રિમાસિકમાં ઘટાડો થયો છે. ભારતમાં માલ વેચીને વિદેશી રોકાણકારો અન્ય બજારોમાં સારી તકનો લાભ લઈ રહ્યા છે. વિદેશી રોકાણકારોનું વધુ પડતું વેચાણ નાણાંકીય સેવા ક્ષેત્રની કંપનીમાં જોવા મળ્યું છે. નાણાંકીય સેવા ક્ષેત્રમાં એફપીઆઈનું હોલ્ડિંગ્સ ડિસેમ્બર ત્રિમાસિકમાં ઘટી ૨૦ ત્રિમાસિક ગાળાની નીચી સપાટીએ રહ્યું છે.

બે વર્ષ અગાઉ ડિસેમ્બર ત્રિમાસિકમાં નાણાંકીય સેવા ક્ષેત્રમાં હોલ્ડિંગ્સ જે ૪૫.૨૦% હતું તે ઘટી ૩૫% પર આવી ગયું છે. નાણાંકીય સેવા કંપનીઓ ઉપરાંત, વિદેશી રોકાણકારોએ ટેલિકોમ, આઈટી, રિટેલ, સિમેન્ટ ક્ષેત્રની કંપનીઓમાં પણ પોતાના હિસ્સાનો ઘટાડો કર્યો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં એક તરફ એફઆઈઆઈની વેચવાલી રહી હતી જ્યારે ઘરેલું રોકાણકારોએ આઠ અબજ ડોલરની ખરીદી કરી હતી. આને કારણે ઘરેલું સંસ્થાકીય રોકાણકારોનું નિફટી ૫૦૦ કંપનીમાં હોલ્ડિંગસ વધીને ૧૪% આવી ગયું છે. આ સાથે આગામી સપ્તાહમાં ડિસેમ્બર ૨૦૨૧ના અંતના ત્રીજા ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામોની અને કેન્દ્રિય બજેટ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૩૧.૦૧.૨૦૨૨ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૮.૦૧.૨૦૨૨ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૧૩૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૦૦૭ પોઈન્ટના પ્રથમ અને ૧૬૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૨૦૨ પોઈન્ટ થી ૧૭૨૭૨ પોઈન્ટ ૧૭૩૦૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૬૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૮.૦૧.૨૦૨૨ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૭૮૦૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૮૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૩૮૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૭૩૭૩ પોઈન્ટ થી ૩૭૩૦૩ પોઈન્ટ, ૩૭૨૦૨ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૮૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એચડીએફસી બેન્ક ( ૧૪૬૫ ) :- બેન્ક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૧૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૭૭ થી રૂ.૧૪૮૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૦૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • એસબીઆઈ લાઈફ ( ૧૨૦૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૮૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૬૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૨૩ થી રૂ.૧૨૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૧૧૪૬ ) :- રૂ.૧૧૨૨ નો પ્રથમ તેમજ રૂ.૧૦૯૭ ના બીજા સપોર્ટથી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૬૩ થી રૂ.૧૧૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • મેક્સ ફાઈનાન્સિયલ સર્વિસ ( ૯૧૯ ) :- લાઈફ ઈન્સ્યુરન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૩૩ થી રૂ.૯૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૯૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટીવીએસ મોટર ( ૫૯૯ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૭૫ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક 2/3 વ્હીલર્સ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૧૬ થી રૂ.૬૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • લાર્સન & ટુબ્રો ( ૧૯૦૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્સ્ટ્રકશન & ઈજનેરી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૬૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૮૮ થી રૂ.૧૮૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૭૦૪ ) :- રૂ.૧૭૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૭૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૬૮૬ થી રૂ.૧૬૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૮૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ટેક મહિન્દ્ર ( ૧૪૧૩ ) :- ટેક્નોલૉજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૭૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૯૭ થી રૂ.૧૩૮૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • લુપિન લિમિટેડ ( ૯૦૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૩૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૮૮ થી રૂ.૮૭૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૮૭૨ ) :- રૂ.૮૯૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૦૯ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૮૬૦ થી રૂ.૮૪૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૧૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular