ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની વાપસીની જવાબદારી ઇન્ચાર્જ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ ઉપાડી છે. વારાણસીમાં 10 ઓકટો. પ્રચાર અભિયાનની શનિવારે બેઠકમાં પ્રિયંકાએ નિર્ણય સંભળાવ્યો કે તેમનું હેડકવાર્ટર લખનઉ લઇ જઇ રહ્યા છે. ચૂંટણી રણનીતિનું માળખું રજૂ કરી તેમણે કહ્યું કે તે ચૂંટણી યોજાવા સુધી ઉત્તરપ્રદેશમાં જ રહેશે.
દર અઠવાડિયે 5 જિલ્લાને કવર કરશે. પ્રિયંકા ગાંધીના નજીકના સૂત્રોની મળેલી માહિતી અનુસાર પ્રિયંકા ખુદ ચૂંટણી મેદાને ઉતરવાના છે. તેમના એક નજીકના નેતાએ કહ્યું કે, તે રાજયમાં પૂર્વે અને પશ્ર્ચિમ બંને જ વિસ્તારોથી ચૂંટણી લડી શકે છે. તેમાંથી એક સીટ વારાણસી રહેશે જોકે પશ્ર્ચિમ યુપીની સીટની પસંદગી કરવાની બાકી છે. શીલા કૌલના લખનઉ સ્થિત બંગલાને પ્રિયંકાએ વોર રૂમમાં રૂપાંતરિત કરી દીધો છે.અહીંથી ચૂંટણી રણનીતિનું સંચાલન કરશે. પ્રિયંકાનો સ્ટાફ દિલ્હીથી લખનઉ શિફટ થઇ રહ્યો છે. માહિતી અનુસાર 14 નવેમ્બરે વિધિવત રીતે કૌલ નિવાસને કોંગ્રેસનું હેડકવાર્ટર જાહેર કરવામાં આવશે.
તાજેતરમાં યુપીના લખીમપુર ખીરીમાં થયેલી હિંસા બાદથી પ્રિયંકા ગાંધીએ જે રીતે કમાન સંભાળી લીધી છે તેનાથી પાર્ટીના કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. ગત લોકસભા ચૂંટણી બાદથી પ્રિયંકા ગાંધી સતત રાજયના રાજકારણમાં સક્રિય છે. સેન્ટર ફોર સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ સાથે જોડાયેલા રાજકીય વિશ્ર્લેષક સંજયકુમાર કહે છે કે, 10 ટકાથી પણ ઓછા વોટ શેર મેળવનાર કોંગ્રેસની વાપસી મુશ્કેલ છે. પુયીમાં કોંગ્રેસનો ખેડૂત વોટ બેન્ક પર દાવ ફાયદો નહીં આપે.