Thursday, September 17, 2026
Homeરાજ્યહાલારદાગીના સાફ કરી આપવાના નામે ગઠિયાઓ સાચું સોનુ ધોઇ ગયા

દાગીના સાફ કરી આપવાના નામે ગઠિયાઓ સાચું સોનુ ધોઇ ગયા

કલ્યાણપુર તાલુકાના લાંબા અને રાવલ ગામે રહેતા બે આસામીઓના ઘરે આવેલા અજાણ્યા શખ્સોએ સોનાના દાગીના સાફ કરી આપવાનું કહી, આ દાગીનામાંથી આશરે 23 ગ્રામ જેટલું સોનુ કાઢી લીધાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા અરજણભાઈ નાથાભાઈ ગોહેલ (ઉ.વ. 70) નામના વૃદ્ધના ઘરમાં ગત તારીખ 17 ઓગસ્ટના રોજ બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. તેમણે અરજણભાઈને વિશ્ર્વાસમાં લઈ તેમના પત્નીએ પહેરેલી બે બંગડીઓ ધોઈને સાફ કરી આપવાનું જણાવ્યું હતું. તેની વાતોમાં આવીને આસામીએ દાગીના સાફ કરવા આપતા આ અજાણ્યા ગઠિયાઓએ કોઈ કેમિકલ વડે દાગીના ધોઈ, તેમાંથી રૂપિયા 47,000 જેટલી કિંમતનું 16.88 ગ્રામ સોનુ કાઢી લીધું હોવાનું જાહેર થયું છે.

અન્ય એક બનાવમાં તારીખ 22 ઓગસ્ટના રોજ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા રાણાભાઈ લખમણભાઈ સોલંકી (ઉ.વ.50) નામના આસામીના ઘરે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને તેમના પત્નીએ ગળામાં પહેરેલા સોનાના આશરે 25 ગ્રામ જેટલા વજનના સોનાના ચેનને ધોવાના બહાને તેમાંથી કોઈ કેમિકલ મારફતે રૂપિયા 35,000ની કિંમતનું 6 ગ્રામ સોનું મેળવી લીધું હોવાનું રાણાભાઈ સોલંકીની ફરિયાદમાં જાહેર થયું છે.

- Advertisement -

આમ, લાંબા અને રાવલ ગામના બે આસામીઓ સાથે સોનાના દાગીના સાફ કરી આપવાના બહાને કુલ રૂપિયા 82,000ની કિંમતની સોનું મેળવી લેતા વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી કરવા બદલ કલ્યાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી આરોપી ગઠિયાઓની શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular