Wednesday, November 18, 2026
Homeરાજ્યહાલારહિટ એન્ડ રન: કારે ઠોકરે ચઢાવતાં પાણી ભરવા જતી વૃદ્ધાનું મોત

હિટ એન્ડ રન: કારે ઠોકરે ચઢાવતાં પાણી ભરવા જતી વૃદ્ધાનું મોત

દ્વારકા-પોરબંદર ધોરીમાર્ગ પર ધ્રેવાડ ગામના પાટિયા નજીક મંદિરે પાણી ભરવા જઇ રહેલા વૃદ્ધાને પુરપાટ આવી રહેલા કારે ઠોકરે ચઢાવતાં ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

- Advertisement -

હિટ એન્ડ રનના બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધ્રેવાડ ગામના પાટિયા પાસે દ્વારકા-પોરબંદર ધોરીમાર્ગ પર ગત્ તા. 10ના રોજ મંદિરમાં પાણી ભરવા જઇ રહેલા જીવીબેન ભગવાનજીભાઇ નાગેશ નામના વૃદ્ધાને પુરપાટ, બેફિકરાઇથી આવી રહેલા જીજે05 જેએલ 1563 નંબરની કારના ચાલકે વૃદ્ધાને હડફેટ લેતાં રોડ પર પટકાયેલા વૃદ્ધાને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ વૃદ્ધાને પ્રથમ દ્વારકા અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેણીનું સારવાર દરમ્યાન ગત્ તા. 13ના રોજ મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર વિક્રમભાઇ દ્વારા જાણ કરવામાં આવતાં પીએસઆઇ પાયલબેન ડાંગર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular