Saturday, April 20, 2024
Homeરાજ્યમીઠાપુરમાં ધીંગાણું કરવા નીકળેલા 26 શખ્સોને જેલ હવાલે

મીઠાપુરમાં ધીંગાણું કરવા નીકળેલા 26 શખ્સોને જેલ હવાલે

અદાલતમાં રજૂ કરી વિડીયો કોન્ફરન્સ મારફતે પોલીસ તરફી ચુકાદો

- Advertisement -

ઓખા મંડળના મીઠાપુર પાસે આવેલા દેવપરા વિસ્તારમાં ચૂંટણી અંગેનું મનદુઃખ રાખી, સામ-સામા પક્ષે ધીંગાણું ખેલવા જીવલેણ હથિયારો નીકળેલા કુલ 26 શખ્સોને પોલીસે વખતસર ઝડપી લઇ, સ્થાનિક અદાલતમાં રજુ કરાતા પોલીસ અધિકારી દ્વારા વિડીયો કોન્ફરન્સ મારફતે કરવામાં આવેલી દલીલોને ધ્યાને લઈ, અદાલતે આરોપીઓને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ મીઠાપુર નજીકની પાડલી ગ્રામ પંચાયતની યોજાઇ ગયેલી ચૂંટણી સંદર્ભે ચાલી રહેલા આંતરિક સખળ-ડખળ તથા મનદુઃખ સંદર્ભે બે જુથો વચ્ચે સશસ્ત્ર જુથ અથડામણ સર્જવા મંગળવારે આ બંને જૂથના તેર-તેર સભ્યો હથિયારો લઈને બાઈક પર નીકળી પડ્યા હતા. જે સંદર્ભેની બાતમી પોલીસને મળી જતા સમયસર દેવપરા ગામ નજીકથી પસાર થઈ રહેલા લાલુભા સાજાભા સુમણીયા, રાજેશભા માલાભા સુમણીયા, ભુટાભા રાજમલભા સુમણીયા, સાજાભા માનસંગભા સુમણીયા, લુણાભા હનુભા સુમણીયા, વનરાજભા પાલાભા સુમણીયા, હાજાભા પાલાભા સુમણીયા, માનસંગભા ધાંધાભા માણેક, સોમભા કાયાભા માણેક, રાયદેભા ટપુભા કેર, પેથાભા નાથાભા માણેક, પત્રામલભા રણમલભા માણેક, જગદીશભા હનુભા સુમણીયા, રાજાભા દેવીસંગભા સુમણીયા, ડાડુભા દેવીસંગભા સુમણીયા, ખેતાભા દેવીસંગભા સુમણીયા, વનરાજસિંહ બાલુભા વાઢેર, એભાભા વીરાભા સુમણીયા, હિતેશસિંહ બાલુભા વાઢેર, સહદેવસિંહ ગુમાનસિંહ વાઢેર, સાગરભા પત્રામલભા માણેક, અજાભા રુખડભા માણેક, વનરાજભા લઘુભા માણેક, સાજાભા પોલાભા કેર, કમલેશભા માંડણભા માણેક અને નાનાભા બાલુભા સુમણીયા નામના કુલ 26 શખ્સોને મીઠાપુરના પી.આઈ. જી.આર. ગઢવી તથા સ્ટાફ દ્વારા દબોચી લેવામાં આવ્યા હતા છે.

આ શખ્સો પાસેથી પોલીસે ધોકા, કુહાડી, પાઇપ, સહિતના જીવલેણ હથિયારો કબ્જે કરી, જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધ્યો હતો. આ શખ્સોને તપાસનીસ અધિકારી પી.આઈ. જી.આર. ગઢવી દ્વારા ગઈકાલે બુધવારે સાંજે ઓખાની અદાલતમાં રજૂ કરી, વિડીયો કોન્ફરન્સ મારફતે વિવિધ દલીલો રજૂ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અદાલત સમક્ષ જણાવ્યા મુજબ જો આ શખ્સોને જામીન આપવામાં આવશે તો પુનઃ ધીંગાણું સર્જાવાની દહેશત રહેલી છે.

આ દલીલોને ધ્યાને લઇ, અદાલતે આરોપીઓને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે. જેના અનુસંધાને આરોપીઓને જામનગર જિલ્લા જેલ ખાતે મોકલવા અંગેની કામગીરી પી.આઈ. જી.આર. ગઢવી તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular