Saturday, August 8, 2026
Homeરાજ્યહાલારખંઢેરા ગામે પરણિતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી

ખંઢેરા ગામે પરણિતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી

ઉલ્ટીઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ : સારવાર દરમિયાન મૃત્યુ : પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ

કાલાવડના ખંઢેરા ગામે પરણિતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડાય હતી જે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં દેવીપૂજકવાસ બાળ મંદિર પાસે રહેતા અને ખેત મજુરી કરતા જીવીબેન ધર્મેશભાઇ પરમાર (ઉ.વ.31) નામના પરણિતાએ ગત તા.6ના સવારના સમયે પોતાના ઘરે ખડ વાળવાની ઝેરી દવા પી લેતા ઉલ્ટીઓ થવા લાગતા સારવાર માટે ખસેડાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન તા.7ના રાત્રીના સમયે તેમનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ તેમનું મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ ધર્મેશભાઇ દ્વારા પોલીસને જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસ હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહને પીએમ અર્થે ખસેડયો હતો. આ અંગે હે.કો. એન.કે. છૈયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular