જામનગર શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્ક નજીક બુધવારે રાત્રિના સમયે યુવક ઉપર સામે જોવાની બાબતે ત્રણ શખ્સોએ એક સંપ કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા નિલકંઠનગર વિસ્તારમાં રહેતો સમીર લલીતભાઈ બુધ્ધ (ઉ.વ.21) નામનો યુવક તેના મિત્રના ઘરેથી બાઈક પર ઘરે જતો હતો તે દરમિયાન એમ્યુઝમેન્ટ પાર્ક નજીક દેવીકા પાન પાસે પહોંચ્યો ત્યારે બાજુમાંથી બાઈક પર નિકળેલા શખ્સોની સામે જોતાં કુલદીપસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા નામના ત્રણ શખ્સોએ બાઈક ઉભુ રાખી સમીરને ‘સામુ કેમ જુએ છે ?’ તેમ કહી અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો અને પતાવી દેવાની ધમકી આપી નાશી ગયા હતાં. ત્યારબાદ આ અંગેની જાણના આધારે હેકો આર.બી. બથવાર તથા સ્ટાફે સમીરના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.