Friday, April 19, 2024
Homeરાષ્ટ્રીયહવે વેક્સિન નહી લીધી હોય તો દારુ પણ નહી મળે !

હવે વેક્સિન નહી લીધી હોય તો દારુ પણ નહી મળે !

- Advertisement -

જે લોકોએ કોરોનાની વેક્સિન નથી લીધી તેઓને હવે દારૂ ખરીદવામાં મુશ્કેલી પડી શકે છે. મધ્યપ્રદેશના ખંડવાના એક્સાઈઝ વિભાગે રસી ન મેળવનારાઓ માટે એક નવો આદેશ બહાર પાડ્યો છે. મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં જે લોકોએ દારૂ ખરીદવો હશે અને વેક્સિન નહી લીધી હોય તો દારૂ નહી મળે. મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના એક્સાઈઝ વિભાગે આ આદેશ જારી કર્યો છે.

- Advertisement -

ખંડવા એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે આદેશ જારી કરીને કહ્યું છે કે જે લોકો દારૂ ખરીદે છે તેમને કોરોનાની બંને રસી લીધા પછી જ દારૂ આપવામાં આવશે. આ આદેશ ખંડવા જિલ્લામાં 56 દેશી દારૂની દુકાનો અને 19 વિદેશી દારૂની દુકાનોમાં લાગુ કરવામાં આવ્યો છે. ખરેખર, સરકારનું લક્ષ્ય 31 ડિસેમ્બર સુધીમાં 100% વેક્સીનેશનનું છે. આ જ કારણ છે કે જે લોકોએ વેક્સિન લીધી નથી તેઓ માટે રાશનના વિતરણ બાદ હવે ખંડવામાં દારૂ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

અગાઉ, શિવરાજ સિંહ ચૌહાણ સરકારે સરકાર સંચાલિત રાશનની દુકાનો પર લાભ મેળવવા માટે દરેક માટે કોવિડ રસીના બંને ડોઝ લેવાનું ફરજિયાત બનાવ્યું હતું. ત્યારે હવે વેક્સીનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ખંડવા જીલ્લામાં જેમણે વેક્સિન લીધી હશે તે જ દારુ ખરીદી શકશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular