Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરજીતી ગયા પછી ચૂંટાયેલા પ્રતિનિધિમાં હવા ભરાશે તો કાઢી નખાશે : પાટિલ

જીતી ગયા પછી ચૂંટાયેલા પ્રતિનિધિમાં હવા ભરાશે તો કાઢી નખાશે : પાટિલ

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલની ઉપસ્થિતિમાં જામનગર શહેર-જિલ્લા ભાજપનું સ્નેહ મિલન યોજાયુ ઇન્પોસિબલ ને આઇ.એમ. પોસિબલ બનાવતાં પાટિલ-ડો. વિમલ કગથરા : વિશ્ર્વમાં ભારતને સફળ બનાવવા મોદીના અભિયાનમાં કાર્યકર્તાનો જ ફાળો -પૂનમબેન માડમ

- Advertisement -

વિક્રમ સવંત 2078 નવા વર્ષ નિમિતે ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર જિલ્લાનું સ્નેહમિલન યોજાયું. હતું. આ તબક્કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતાં. પ્રાદેશિક પ્રવચનમાં જયંતીભાઈ કવાડીયાએ નવા વર્ષની શુભકામના કરતા જણાવેલ કે “આ નવા વર્ષમાં ખંભેખંભા” મેળવી ઉત્સાહથી પક્ષની કામગીરી કરીશું. પૂર્વ મંત્રી/ધારાસભ્ય ધમેન્દ્રસિંહ જાડેજાએ નવા વર્ષની શુભકામના પાઠવતા જણાવેલ ગત વર્ષ કોરોનામાં મૃત્યુ પામેલના મૃત્યુ સબબ દુ:ખ વ્યક્ત કર્યું તથા જણાવેલ કે “આ વર્ષ કોરોના મહામારી મુક્ત નીવડે તેવી પ્રભુ પ્રાર્થના” તેઓ એ વિશેષ થી જણાવેલ કે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના 182 સીટના લક્ષયને પાર પાડવા મહેનત કરી પરિણામ લાવવામાં કોઈ કસર નહિ રાખીયે. પ્રદેશમંત્રી અને કચ્છના સંસદ વિનોદભાઈ ચાવડા એ નવા વર્ષની શુભકામના પાઠવતા જણાવેલ કે “જેના અન્ન ભેગા તેના ભાવ ભેગા” જેવા વિચાર સાથેનું આ સ્નેહમિલનને સફળ બનાવવા માટે બધા કાર્યકરકર્તાઓ, મહિલા મોરચા સહીત સૌ કોઈને અભિનંદન પાઠવ્યા હતાં. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિશ્વગુરુ બનવા, આત્માનિર્ભર બનવા આગળ વધી રહ્યો છે. આઝાદી પછી અનેક સરકાર જેમાં માત્ર અને માત્ર પરિવારવાદ અને જાતિવાદની રાજનીતિ કરીને વિકાસ થવા ન દીધો. પરંતુ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 2014 થી દેશનો વિકાસ કર્યો છે. તેમણે આ વિકાસની શરૂઆત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી કરી છે. તેમની અનેક યોજનાઓને કારણે ગામડાઓ વિકાસ થયો છે. 500 વર્ષથી જેની રાહ જોતા હતા તે રામમંદિરનું સપનું પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે. આઝાદી 100 વર્ષ પુરા થયા ત્યારે 2047માં દેશ વિશ્વગુરુ બને તેવી મોદીજીની મહેચ્છા છે. તેમણે કોરોનાના કપરા કાળમાં આખા વિશ્વમાં રસી પહોંચાડીને વસુધૈવ કુટુંમ્બક્મની ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે.

- Advertisement -

ભારતીય જનતા પાર્ટી જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મૂંગરાએ નવા વર્ષની શુભકામના પાઠવતા જણાવેલ કે “પાટીલે જ્યારથી ગુજરાતની જવાબદારી સાંભળી છે ત્યારથી સંગઠનમાં જોમ આવ્યું છે. પેઈજ સમિતિના પ્રણેતા એવા પાટીલના હૃદયે કાર્યકર્તા વસેલા છે. બધા કાર્યકર્તાને નવા વર્ષની શુભેચ્છા.

- Advertisement -

ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરાએ નવા વર્ષની શુભકામના પાઠવા સાથે જણાવેલ “ઇમ્પોસિબલ” ને “આઈ.એમ.પોસિબલ” બનાવતા પાટીલનું સ્વાગત કર્યું હતું. ડો. વિમલભાઈ કગથરાએ જણાવેલ કે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સૌને માટે પ્રેરણાનો સ્ત્રોત છે.

જામનગર દેવભૂમિ દ્વારકા સાંસદ પૂનમબેન માડમ એ નવા વર્ષની શુભકામના પાઠવતા જણાવેલ કે “પક્ષની સાચી શક્તિ એવા કાર્યકર્તાઓ ને વંદન. ભારતીય જનતા પાર્ટીનું સાચું બળ જ કાર્યકર્તા છે. વિશ્વમાં ભારતને સફળ બનાવવા મોદીજીના અભિયાનમાં કાર્યકર્તાનો જ ફાળો છે. પ્રજા અને કાર્યકર્તાનો જોડવાનું કાર્ય પાટીલે કર્યું છે, અને ભારતનું સામર્થ્ય વિશ્વકક્ષાએ ઉજાગર કર્યું છે.

- Advertisement -

પ્રભારી મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ નવા વર્ષની શુભકામના પાઠવતા આવી ઉર્જા – નવા સામર્થ્ય સાથે 2022 ની જીત માટે અને 182 સીટ જીતવા અપીલ કરી હતી.

ગુજરાત રાજ્ય કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલએ જણાવેલ કે નવું વર્ષ પડકારનું છે. ગયા વર્ષે પાટીલના નેતૃત્વમાં ઘણા પડકારો પાર કર્યા છે. આવનારા વર્ષ 2022માં ગુજરાતના ઇતિહાસમાં ન બન્યા હોય તેવું 182 સીટ જીતીને નરેન્દ્રભાઈ મોદીને ભેટ આપવી છે. તે માટેના “પ્રયત્ન કરીશ” તેવો સંકલ્પ કરવા જણાવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ નવા વર્ષની શુભકામના પાઠવતા જણાવેલ કે, “આજે ભેગી થયેલ મેદની વિરોધપક્ષ જોશે તો ભારતીય જનતા પાર્ટીની તાકાત ખબર પડી જશે. વડીલોના આશીર્વાદને લીધે જે ભારતીય જનતા પાર્ટીનો આ કિલ્લો બન્યું છે. સર્વે વડીલોને વંદન. સરકાર બનાવવાની તાકાત જ કાર્યકર્તાની છે, તેઓ જ જનતા ને પાર્ટી સાથે જોડીને મત અપાવવાનું કાર્ય કરે છે. એ જ ભાજપની જીત છે. જનતા ભારતીય જનતા પાર્ટીને મત આપે છે તેનું એક માત્ર મુખ્ય કારણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે. તેઓની કાર્યપદ્દતિ, જનતા માટેનો પ્રેમ અને જનતાનો તેના પરનો વિશ્ર્વાસનો સરવાળો એટલે જ જીત. કાર્યકર્તા પોતાની જવાબદારી સમજે છે. લોકોની લાગણીને મતમાં રૂપાંતરિત કરીને જીત અપાવે છે. પરંતુ જીતી ગયા પછી ઘણી વખત ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં હવા ભરાય જાય છે. હું તે હવા કાઢી નાખીસ એમ તેમણે જણાવ્યું હતું. ચૂંટાયેલ પ્રતિનિધિઓને તેઓ એ જણાવેલ કે “જનતા અને કાર્યકર્તાની ફરિયાદ સાંભળીને તેમનું કામ કરી આપવું એ તેમની ફરજ છે” સરકાર બદલાય મંત્રી બદલાય તો પણ દરેક કાર્યકર્તા આ નિર્ણયને સ્વીકારે છે. કાર્યકર્તા કોઈપણ વ્યક્તિ કે કોઈ જ્ઞાતિનો નહિ પરંતુ પાર્ટીને વફાદાર હોય છે. નરેન્દ્રભાઈ મોદીએ 2002 થી શરુ કરેલ અશ્વમેઘ યજ્ઞનો અશ્વ સમગ્ર દેશમાં ફરી વળ્યો છે, કોઈ તેને રોકી શક્યું નથી. હવે જયારે અશ્વ 2022માં ગુજરાતમાં આવે ત્યારે તેને જીત અપાવવાની જવાબદારી કાર્યકર્તાની છે. તમારી તાકાત ને ઓળખો અને તેનો પરચો ચૂંટણીમાં બતાવો. કોંગ્રેસ ઉપર કટાક્ષ કરતા તેઓ એ જણાવેલ કે “તમારી સીટ હતી” એવું હવે થશે, કાર્યકર્તાઓ ને વંદન કરીને શુભેચ્છા પાઠવી હતી. તેઓ એ વિશેષથી જણાવેલ કે જામનગર શહેર- જલ્લા સંગઠન, પૂર્વ પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય, મંત્રી સૌ કોઈ ના પરસ્પર સાથ અને સહકાર થી આ સ્નેહમિલન ખુબ સફળ નીવડ્યો છે.

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું તલવાર, પાઘડી, હળ, ફૂલનો હાર, આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પદ્મશ્રી એવોર્ડ મેળવનાર ડો હેમાંગ આચાર્યનું સન્માન કાર્યવામાં આવ્યું, સાથે ગુજરાત ગૌરવ એવોર્ડ મેળવનાર નેહાબેન શુક્લ, સ્વાતિબેન મહેતા પારસ પટેલ, હેમાલી નકુમ (લોન્ગ જમ્પ – ગોલ્ડ મેડલ), પ્રિયાંશીબા સોઢા (ઉંમર ચાર વર્ષ, દોડમાં ગોલ્ડ મેડલ), ઋતુભા જાડેજા (કુસ્તીમાં ગોલ્ડ મેડલ) મેળવેલ છે તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
વિક્રમ સવંત 2078ના સ્નેહમિલનમાં ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, જિલ્લા પ્રમુખ રમેશભાઈ મૂંગરા, સાંસદ પૂનમબેન માડમ, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય ધમેન્દ્રસિંહ જાડેજા, કચ્છના સાંસદ તથા પ્રદેશ ઝોન મહામંત્રી વિનોદભાઈ ચાવડા, પ્રભારી મંત્રી બ્રિજેશ મેરજા, શહેર સંગઠન પ્રભારી અભયસિંહ ચૌહાણ, જિલ્લા સંગઠન પ્રભારી વંદનાબેન મકવાણા, પૂર્વ શહેર અધ્યક્ષ હસમુખ હિંડોચા, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ કવાડીયા, પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરીયા સહીત શહેર/જિલ્લા સંગઠનના મહામંત્રીઓ, હોદેદારો, વિવિધ મોરચાના પદાધિકારીઓ, વોર્ડ સમિતિના પદાધિકારીઓ, બુથ સમિતિના હોદેદારો પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સાહિત્ય સંચાલન જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી તથા શહેર મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમના ઇન્ચાર્જની જવાબદારી શહેર મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયાએ નીભાવી હતી. તેમ ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગની યાદીમાં જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular