ઈઝરાયલ-ઈરાન યુદ્ધની તિવ્રતા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાના અહેવાલો છે. ત્યારે પેટ્રોલિયમ મંત્રી હરદિપસિંહ પુરીએ આપ્યું મોટું નિવેદન ચાલો જાણીએ શું કહે છે પેટ્રોલિયમ મંત્રી…
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લાં 11 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને અમેરિકાના પ્રવેશ પછી તે વધુ તિવ્ર બની ગયું છે. અમેરિકા દ્વારા ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર હવાઈ હુમલા બાદ ઈરાની સંસદે પણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવા માટે ઉતાવળમાં મંજૂરી આપી દીધી છે.
આ એક મુખ્ય દરિયાઈ તેલ માર્ગે છે જેના દ્વારા વિશ્વના 26 ટકા ફુડ ઓઇલનો વેપાર થાય છે. આમા અવરોધ તેલના ભાવમાં ભારે વધારો કરી શકે છે અને ફુગાવો વધારી શકે છે. ત્યારે ભારત પર તેની શી અસર થશે ? તે વાત કરીએ તો હોર્મુઝ બંધ થવાની અટકળો વચ્ચે પેટ્રોલિયમ મંત્રી હરદિપસિંહ પુરીએ સ્પષ્ટ કહ્યું છે કે, આ અવરોધ દેશ પર વધુ અસર કરશે નહીં. તેમણે કહ્યું કે, આપણી ઉર્જા, સુરક્ષા અકબંધ રહેશે. તેમણે કહ્યું કે, આપણી તેલ પુરવઠામાં વૈવિધ્યકરણ કરવામાં આવ્યું છે અને મોટા ભાગનો પુરવઠો હોર્મુઝ દ્વારા આવતો નથી અને તેથી પુરવઠા પર વધુ અસર થશે નહીં
We have been closely monitoring the evolving geopolitical situation in the Middle East since the past two weeks. Under the leadership of PM @narendramodi Ji, we have diversified our supplies in the past few years and a large volume of our supplies do not come through the Strait…
— Hardeep Singh Puri (@HardeepSPuri) June 22, 2025
હરદિપસિંહ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટમાં જણાવ્યું હતું કે, અમે છેલ્લાં બે અઠવાડિયાથી મધ્ય પુર્વમાં વિકસતી ભૂ-રાજકીય પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમારા તેલ પુરવઠામાં વૈવિધ્યકરણ કર્યુ છે અને હવે અમારા પુરવઠાનો મોટો ભાગ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આવતો નથી. આ ઉપરાંત તેમણે કહ્યું કે, અમારી તેલ વિતરણ કંપનીઓ પાસે ઘણાં અઠવાડિયા સુધી તેલ પુરવઠો રહે છે તે અન્ય ઘણાં માર્ગો દ્વારા લાવવામાં આવી રહ્યો છે. પેટ્રોલિયમ મંત્રીએ ભારતીયોને ખાતરી આપી હતી કે અમે અમારા નાગરિકોને બળતણ પુરવઠાની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લઇશું.
હોર્મુઝને કેમ ખાસ માનવામં આવે છે…. તો જાણીએ કે દુનિયામાં ફુડ ઓઇલના વેપાર માટેનો એક મુખ્ય દરિયાઈ તેલ માર્ગ છે જે ઈરાન દ્વારા નિયંત્રિત વિસ્તાર છે. આ માર્ગ દ્વારા ખાડી દેશોમાંથી ફુડ ઓઇલ અને ગેસ સપ્લાય કરવામાં આવે છે. અહેવાલો અનુસાર જો આમાં કોઇ અવરોધ આવે છે તો અમેરિકા સહિતના તમામ યુરોપિયન દેશો પર સ્પષ્ટપણે જોઇ શકાય છે.
વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર ભારત છે. જેને પહેલેથી જ એક મોટું પગલું ભર્યુ છે અને હવે મધ્ય પુર્વના સપ્લાયર્સ કરતા રશિયા અને અમેરિકા પાસેથી વધુ તેલ આયાત કરી રહ્યું છે.