Tuesday, July 21, 2026
Homeરાજ્યજામનગરઆઈસ્ક્રીમ પાર્લરના સંચાલકની સાતમા માળેથી મોતની છલાંગ

આઈસ્ક્રીમ પાર્લરના સંચાલકની સાતમા માળેથી મોતની છલાંગ

જામનગર શહેરના ગોકુલનગર, જકાતનાકા પાસે આવેલા ડીવાઇન કોમ્પ્લેક્સમાં આઇસક્રીમ પાર્લર ચલાવતાં સંચાલક યુવકે અગમ્ય કારણોસર સાતમા માળેથી ઝંપલાવી આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના માધવબાગ-6, શેરી નંબર 4માં રહેતાં જયેશભાઇ માલદેભાઇ બૈડિયાવદરા (ઉ.વ.21) નામનો યુવક જકાતનાકાથી સાંઢિયા પુલ તરફના રોડ ઉપર આવેલા ડીવાઇન કોર્નરમાં કૃષ્ણમ્ ફૂડ એન્ડ આઇસક્રીમ પાર્લર ચલાવતો હતો અને ગઇકાલે બપોરના સમયે જયેશભાઇએ અગમ્ય કારણોસર બિલ્ડીંગના સાતમા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી હતી. નીચે પટકાતા જયેશભાઇને માથામાં ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ મોત નિપજયું હતું. આઇસક્રીમ પાર્લર ચલાવતાં યુવકે બિલ્ડીંગ્ ઉપરથી છલાંગ લગાવી આત્મહત્યા કરતાં આ વિસ્તારના લોકો એકઠાં થઇ ગયા હતા. ત્યારબાદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પીએસઆઇ એન.એમ. ઝાલા સહિતનો સ્ટાફ બનાવ સ્થળે પહોંચી ગયો હતો. જ્યાં પોલીસે યુવકના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના ભાઇ વિશાલ બૈડિયાવદરાના નિવેદનના આધારે આગળની તપાસ આરંભી આત્મહત્યાનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular