જામનગર શહેરમાં સાંઢિયા પુલ પાસેના વિસ્તારમાં રહેતાં અને મજૂરીકામ કરતાં યુવાનએ પત્ની સાથે થયેલી બોલાચાલી બાદ પત્ની ઘરેથી જતી રહેતાં આ બાબતનું મનમાં લાગી આવતાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
આ બનાવ અંગે જામનગર શહેરના સાંઢિયા પુલ પાસે આવેલા મહાલક્ષ્મી બંગલો-4, મકાન નંબર 52/બીમાં રહેતાં વિજયભાઇ જેરામભાઇ માંડાણી નામના યુવાનને નશો કરવાની કૂટેવ હોય અને પત્ની માનસી સાથે શનિવારે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ પત્ની ઘરેથી જતી રહેતા આ બાબતનું મનમાં લાગી આવતાં વિજયએ રવિવારે સવારના સમયે તેના ઘરે રૂમના પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની પરેશભાઇ દ્વારા જાણ કરાતાં હે.કો. એચ. કે. પરમાર તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી આદરી હતી.


