Tuesday, August 11, 2026
HomeવિડિઓViral Videoડૂબતા ઉંદરને ચંપલનો સહારો : ઉંદરભાઈના દેશી જુગાડનો વીડિઓ થયો વાઇરલ

ડૂબતા ઉંદરને ચંપલનો સહારો : ઉંદરભાઈના દેશી જુગાડનો વીડિઓ થયો વાઇરલ

ડૂબતે કો તિનકે કા સહારા ઔર ડૂબતે ચુહેકો …? આવા રમુજી કેપ્શન સાથે એક વાયરલ વિદીઓએ સોસિયલ મીડિયા પર ધૂમ મચાવી છે દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાતાં માનવજીવનની સાથે પશુ-પક્ષીઓ અને નાના જીવો પણ મુશ્કેલીમાં મુકાયા છે. આવી જ એક સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયા પર એક અનોખો અને રમૂજી વીડિયો ભારે વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનો ઉંદર પૂરના પાણીમાંથી બચવા માટે તરતી ચંપલ પર સવાર થઈને પોતાનો જીવ બચાવતો જોવા મળે છે.

- Advertisement -

આ રમૂજી અને સંદેશાત્મક વીડિયો X (ટ્વિટર) પ્લેટફોર્મ પર @BibhutiSharan9 નામના વેરિફાઇડ યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો છે.વીડિયો શેર કરતા યુઝરે રમુજી અંદાજમાં કેપ્શન લખ્યું હતું:“ડૂબતા માણસ ઘાસ (તણખલું) પકડશે, અને ડૂબતો ઉંદર ચંપલ પકડશે! “આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ લોકો તેના પર જાતજાતની મનોરંજક કમેન્ટ્સ કરી રહ્યા છે:કેટલાક યુઝર્સે લખ્યું કે “ઉંદર માટે આ ચંપલ કોઈ મોટી નાવ કે લાઈફજેકેટથી કમ નથી.”જ્યારે અન્ય યુઝર્સે કહ્યું કે “જીવ બચાવવા માટેનો આ દેશી જુગાડ અને હિંમત ખરેખર અદ્ભુત છે.”

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular