Monday, May 18, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં બહાદુરભાઇ કોઠારી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો સમાપન - VIDEO

જામનગરમાં બહાદુરભાઇ કોઠારી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો સમાપન – VIDEO

અન્ડર 19 અને સિનીયર ટીમના ફાઇનલ યોજાયા : જામનગર ડિસ્ટ્રીકટ ચેમ્પીયર

જામનગરમાં બહાદુરભાઇ કોઠારી કપ અંડર 19 અને સિનીયર ટીમની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેનો ફાઇલન મેચ સાથે રવિવારે ટુર્નામેન્ટનું સમાપન થયું હતું. આ તકે વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર ક્રિકેટ બંગ્લો ખાતે બહાદુરભાઈ કોઠારી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. આ ટુર્નામેન્ટ અંતર્ગત અંડર 19 ટીમ અને સિનિયરની ટીમના ફાઇનલ મેચ રવિવારે યોજાયા હતાં. ફાઇનલ મેચનો પ્રારંભ કોર્પોરેટર સુભાષભાઇ જોષી દ્વારા કરાવી બન્ને ટીમોને અભિનંદન પાઠવ્યા હતાં. જેમાં પ્રથમ ફાઇનલ અંડર 19ની જામનગર ડિસ્ટ્રિક્ટની ટીમ અને જામનગર રૂરલની ટીમો વચ્ચે રમાયેલ હતો. જેમાં જામનગર રૂરલ ટીમે ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરી જેમાં મયુર રાઠોડના 36 તથા સૌમ્ય ચાંદ્રાના 32 રનની મદદ થી 20 ઓવર માં122 રન 5 વિકેટ ગુમાવી નોંધાવેલ હતા સામે જામનગર ડિસ્ટ્રિક્ટની ટીમ 123 રન ટાર્ગેટ ચેસ કરવા ઉતરતા 16.2 ઓવરમાં આસિફ ચૌહાણના 44 રન તથા હરીઓમ યાદવ નોટ આઉટ રહી 28 રન નોંધાવી ટીમ ચેમ્પિયન થઇ હતી.

- Advertisement -

બીજો મેચ જામનગર ડિસ્ટ્રિક્ટ સિનિયર વી. બાસુંદા ક્રિકેટ ક્લબ રાજકોટ વચ્ચે રમાયો હતો. જેમાં બાસુંદા એ ટોસ જીતી બેટિંગ કરવા ઉતરતા 20 ઓવરમાં 9 વિકેટો ગુમાવી 111 રન બનાવ્યા હતાં. જામનગર ડિસ્ટ્રિક્ટની ટીમ 112 રન ટાર્ગેટ ચેસ કરવા જતા કેરવ રાવલ 31, દિવ્યરાજ ચૌહાણ 20 તથા રોહન મથર 19 રન સાથે6 વિકેટો ગુમાવી 115 રન કરી ફાઇનલમાં વિજેતા થઇ હતી.

આ સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઈ ઉદાણી, હસમુખભાઈ હિંડોચા, મુકેશભાઈ દાસાણી, હિતેનભાઈ ભટ્ટ, પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, શિશિરભાઈ કટારમલ, પ્રવીણભાઈ માડમ, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, કિશનભાઈ માડમ, તથા ભાવેશભાઈ ગાગીયા તથા જામનગર ડિસ્ટ્રિક્ટના અજયભાઈ સ્વાદિયા, વિનુભાઈ ધ્રુવ, ભરતસિંહ જાડેજા, જયેશભાઈ કટારીયા, ભીખુભા જાડેજા, દિલીપભાઈ ચંદ્રશેખર બક્ષી, પી.ડી. ત્રિવેદી, ભરતભાઈ મથર, રણજીતસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા તથા બહાદુરભાઈ કોઠારી પરિવાર યુવા ક્રિકેટરો સાથે જંગી સંખ્યામાં વાલીઓ તથા ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન મહેન્દ્રસિંહ ચૌહાણ કોચ (જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન)ની દેખરેખ હેઠળ ભરતભાઈ મથર તથા નરેનભાઈ કણજારીયા, મુદાસીર ઘોણિયા, કેતનભાઇ પટેલ વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular