Monday, May 18, 2026
Homeરાજ્યહાલારભાણવડના યુવાનને મારી નાખવાની ધમકી

ભાણવડના યુવાનને મારી નાખવાની ધમકી

ભાણવડ તાલુકાના મોડપર ગામે રહેતા યુવાનના પોતાના પરિચિતના ઘરે પ્રસંગમાં ગયા હતા. ત્યાં દારૂ પીને આવેલા એક શખ્સને ટપારતા શખ્સે છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ ભાણવડના મોડપર ગામે રહેતા મુન્નાભાઈ રણછોડભાઈ ચુડાસમા (ઉ.વ. 37) નામના યુવાન તેમના એક પરિચિતના ઘરે ધાર્મિક પ્રસંગ હોવાથી ત્યાં ગયા હતા. અહીં તેમના સગા સંબંધીઓ હતા, ત્યારે મોડપર ગામનો સવજીભાઈ રમેશભાઈ પરમાર નામનો શખ્સ અહીં દારૂ પીને આવ્યો હતો અને બિભત્સ ગાળો બોલતા ફરિયાદી મુન્નાભાઈ ચુડાસમા ના કહી હતી. આનાથી ઉશ્કેરાઈને આરોપીએ મુન્નાભાઈને કહેલ કે “તું મારી પત્ની સાથે વાતો કેમ કરે છે?” તેમ કહીને તેની પાસે રહેલી છરી મુન્નાભાઈને મારી દીધી હતી. જેથી તેમને ઈજાઓ થવા પામી હતી.
આટલું જ નહીં, આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર મામલે ભાણવડ પોલીસ મથકમાં સવજી રમેશભાઈ પરમાર સામે ગુનો નોંધાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular