જામનગર મહાનગરપાલિકાની ચુંટણીના પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યા છે. શહેરના વોર્ડ નં.2માં કોંગ્રેસના ઉમેદવારોનો ઝંઝાવતી પ્રચાર થઇ રહ્યો છે. જેમાં મતદારો પુનરાવર્તન નહીં પરંતુ પરીવર્તન લાવવાના મુડમાં હોય તેઓ માહોલ છવાયો છે. વોર્ડ નં.2ના રાંદલ નગર, પુનીત નગર, બાપા સિતારામ ચોક સહિતના વિસ્તારોમાં કોંગ્રેસના ડોર ટુ ડોર સંપર્કમાં જે પ્રકારે કોંગ્રેસના ઉમેદવારોને ઉમળકો મળી રહ્યો છે. તે જોતા ભાજપાની છાવણીમાં સોપો પડી ગયો છે. આ વિસ્તારમાં મોટા ભાગનો વર્ગ કોંગ્રેસના ઉમેદવારોની પેનલને જીતાડી પરીવર્તન લાવવા માગે છે તેઓ માહોલ જોવા મળી રહ્યો છે.
જામનગર શહેરના વોર્ડ નં.2માં કોંગ્રેસ દ્વારા ઝંઝાવતી ચુંટણી પ્રચાર ચાલી રહ્યો છે. વોર્ડ નં.2ના કોંગ્રેસના ઉમેદવારો એવા જામનગર યુવક કોંગ્રેસના પ્રમુખ મહિપાલસિંહના પત્ની ઉર્મીલાબા મહિપાલસિંહ (ડાડા) જાડેજા, મહાકાલ સેનાના પ્રમુખ એવા જયદીપસિંહ રવિન્દ્રસિંહ ઝાલા, જામનગર શહેર કોંગ્રેસ એસસી ડીપાર્ટમેન્ટના પ્રમુખના પત્ની મનીષાબેન કિશનભાઇ નંજાર (મહેશ્વરી) તથા યુવક કોંગ્રેસના મહામંત્રી હનીફભાઇ હસનભાઇ મલેક દ્વારા વોર્ડ નં.2ના વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે. જનતાના પ્રશ્નો અમારી જવાબદારી, જનતાનો અવાજ અમારા માટે આદેશ અને જનતાનું ભવિષ્ય અમારો ઉદેશ્યના સુત્ર સાથે વોર્ડ નં.2માં કોંગ્રેસના ઉમેદવારો લોકોનો સંપર્ક કરી રહ્યા છે. વોર્ડ નં.2ના રાંદલનગર, પુનીત નગર, બાપા સિતારામ ચોક સહિતના વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારો ડોર ટુ ડોર લોકસંપર્ક કરે છે. જનતા સાથે સિધી મુલાકાત કરી તેમની સમસ્યાઓને જાણવાનો, સમજવાનો અને ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને લોકોને તેમની સુવિધા આપવાની ખાત્રી આપી રહ્યા છે અને પ્રચાર પ્રસાર દરમિયાન લોકોના વિશ્વાસ જીતી રહ્યા છે.
વોર્ડ નં.2માં કોંગ્રેસના ઉમેદવારોને ભવ્ય જનસંમર્થન મળી રહ્યું છે જેના પરિણામે વોર્ડ નં.2માં જાણે પુનરાવર્તન નહીં પરિવર્તનનો પવન ફુંકાવા જઇ રહ્યો હોય તેઓ માહોલ બનતો જઇ રહ્યો છે. વોર્ડ નં.2માં કોંગ્રેસના ઉમેદવારો ઉર્મીલાબા મહિપાલસિંહ (ડાડા) જાડેજા, જયદીપસિંહ રવિન્દ્રસિંહ ઝાલા, મનીષાબેન કિશનભાઇ નંજાર (મહેશ્વરી) તથા હનીફભાઇ હસનભાઇ મલેક સહિતના ઉમેદવારો અને કોંગ્રેસના કાર્યકરો ઉમેદવારોના નામ જાહેર થયા બાદ વોર્ડ નં.2ના વિવિધ વિસ્તારોમાં રહેવાસીઓ, વેપારીઓ સાથે સંપર્ક કરી રહ્યા છે અને લોક પ્રશ્નો વિશે માહિતી મેળવી રહ્યા છે. તેઓ રહેવાસીઓ સાથે જે પ્રકારે વાતચીત કરે છે અને સહદય સાથે લોકોને સાંભળે છે. તે દરમિયાન તેમને મળતા રીસ્પોન્સથી આ વિસ્તારમાં પંજો કમળને કચડી નાખશે તેવું વાતાવરણ છવાયું છે. અને આ વર્ષે પુનરાવર્તન નહીં પરંતુ પરીવર્તન લાવવા આ વિસ્તારોના મતદારોએ દ્રઢ નિશ્ચય કરી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.
વોર્ડ નં.2માં સ્થાનિક ઉમેદવારોને લઇ લોકોમાં ખુશીની લહેર જોવા મળી છે. 25 વર્ષથી જામનગરમાં ભાજપનું શાસન હોવા છતાં પ્રાથમિક સુવિધા ન મળી હોવાનું વોર્ડ નં.2ના રહેવાસીઓએ કોંગ્રેસના ઉમેદવારોને જણાવી રહ્યા છે. વોર્ડ નં.2ના કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર દરમિયાન ખોટા વચનો આપવાને બદલે લોકોને એવું કહ્યું હતું કે મહાનગરપાલિકા તરફથી નાગરીકોને ફરજીયાત મળવી જોઇતી સુવિધાઓ અપાવીને જ ઝંપીશુ જેથી લોકોને પણ કોંગ્રેસના ઉમેદવારો ઉપર વિશ્વાસ મળ્યો છે. વોર્ડ નં.2ના કોંગ્રેસના ઉમેદવારો ઉર્મીલાબા મહિપાલસિંહ (ડાડા) જાડેજા, જયદીપસિંહ રવિન્દ્રસિંહ ઝાલા, મનીષાબેન કિશનભાઇ નંજાર (મહેશ્વરી) તથા હનીફભાઇ હસનભાઇ મલેકને લોકસંપર્કમાં ઠેર ઠેર ભવ્ય આવકાર મળી રહ્યો છે. લોકો કોંગ્રેસના ઉમેદવારોને ફુલહાર કરી આવકારી રહ્યા છે. અને હવે પરીવર્તન સાથે કોંગ્રેસના ઉમેદવારોને પોતાના જનપ્રતિનિધિ તરીકે સ્વીકારી લઇ જંગી બહુમતી સાથે વિજય અપાવવાનો કોલ આપી રહ્યા છે. કોંગ્રેસ તરફી લોકજુવાળના પરિણામે ભાજપની છાવણીમાં સન્નાટો છવાયો છે તો બીજી તરફ કોંગ્રેસની છાવણીમાં અનેરો ઉત્સાહ છવાયો છે.


