જામનગર શહેરમાં ગેરકાયદેસર દબાણ વિરુદ્ધ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજસીટોક હેઠળ આરોપી અને કોંગ્રેસના વોર્ડ નંબર 12ના ઉમેદવાર અલ્તાફ ખફી અને તેની ગેંગ સામે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી. દૂર કરવા સૂચના આપી હતી જેને પગલે આજે આ દબાણને દૂર કરવામાં આવ્યું છે જે દરમિયાન પોલીસ ત્યાં હાજર રહી હતી
ટિટોડીવાડી પાસે બંગલાવાડી વિસ્તારમાં આશરે 12 હજાર સ્ક્વેર ફૂટ જેટલી સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા અગાઉથી સૂચના આપ્યા બાદ દબાણ કરનારાઓએ ભાગે દબાણ દૂર કરવાની શરૂઆત કરી હતી.
View this post on Instagram
આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા ફાર્મહાઉસને તોડી પાડવામાં આવ્યું હતું. સમગ્ર ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.


