Saturday, February 15, 2025
Homeરાજ્યજામનગરજામ્યુકો દ્વારા હોટલ-રેસ્ટોરન્ટને રૂા.1,10,000 નો દંડ ફટકારાયો

જામ્યુકો દ્વારા હોટલ-રેસ્ટોરન્ટને રૂા.1,10,000 નો દંડ ફટકારાયો

જામ્યુકો દ્વારા હોટલ-રેસ્ટોરન્ટને રૂા.1,10,000 નો દંડ ફટકારાયો

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ શાખા દ્વારા જામનગરની 11 હોટલ-રેસ્ટોરન્ટોને રૂા.1,10,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને ફુડ વેસ્ટ ભુગર્ભ ગટરમાં ન જાય તેવી વ્યવસ્થા કરવા તાકીદ કરવામાં આવી હતી.

- Advertisement -

હોટલ-રેસ્ટોરન્ટસ દ્વારા ફુડ વેસ્ટ / કીચન વસ્ટ ભૂગર્ભ ગટરમાં નિકાલ કરવામાં આવતો હોય છે. જેના પરિણામે જામનગર મહાનગરપાલિકાનું ભૂગર્ભ ગટર નેટવર્ક ચોકઅપ થાય છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમજ રોગચાળો ફેલાવાનો ભય રહે છે. જેને ધ્યાને લઇ જામનગર મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટશાખા દ્વારા શહેરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 17 હોટલ/રેસ્ટોરન્ટની મુલાકાત લેતા 11 હોટલ રેસ્ટોરન્ટ ધારકો પાસેથી રૂા.1,10,000 નો દંડ વસુલવામાં આવ્ો હતો. તેમજ તેઓને 24 કલાકમાં ફુડ વેસ્ટ / કીચન વેસ્ટ, ભૂગર્ભ ગટરમાં ન જાય તે પ્રકારની વ્યવસ્થા કરવાનું જણાવાયું હતું. જો આ પ્રકારની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ જશે તો રેસ્ટોરન્સને સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

આથી હોટલ, રેસ્ટોરન્ટસ, વાડીઓ, પાર્ટી પ્લોટસ વગેરેને તેઓના ફુડ વેસ્ટ / કીચન વેસ્ટ, ભૂગર્ભ ગટરમાં ન જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં તાકીદ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular