Wednesday, August 12, 2026
Homeરાજ્યહાલારભાણવડમાં પશુ સેવા સંસ્થા દ્વારા અજગર રેસ્ક્યુની હેટ્રિક

ભાણવડમાં પશુ સેવા સંસ્થા દ્વારા અજગર રેસ્ક્યુની હેટ્રિક

ભાણવડ તાલુકામાં હાલ વરસાદી માહોલ વચ્ચે પંથકના મેવાસા, વિજયપુર અને સઈ દેવળિયાના વાડી વિસ્તારોમાંથી રહેણાંક નજીક વિશાળ અજગર દેખાતા ગ્રામજનોએ જાણીતા જીવદયા પ્રેમી અને વન્યજીવ રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો હતો.

- Advertisement -

કોલ મળતાં ‘એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ’ના અશોકભાઈ ભટ્ટ અને ટીમના સભ્યો મેરામણ ભરવાડ, અનિલ પરમાર, પરાગ પીઠિયા, વિશાલ ભરવાડ તથા અક્ષય સૂચક તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ત્રણેય અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું.

આર.એફ.ઓ. ભેસાણિયાના માર્ગદર્શન હેઠળ વન્યજીવ સંરક્ષણ ધારા અંતર્ગત અનુસૂચિ-1માં સમાવિષ્ઠ આ અજગરોને બરડાના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરવામાં આવ્યા હતા. એક જ દિવસમાં સતત ત્રણ અજગર બચાવીને ટીમે ‘રેસ્ક્યુ હેટ્રિક’ સર્જતા સ્થાનિકોએ ટીમ અને વન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular