Tuesday, April 29, 2025
Homeરાજ્યજામનગરજામનગર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હસમુખભાઇ ફાચરા બિનહરિફ વિજેતા

જામનગર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હસમુખભાઇ ફાચરા બિનહરિફ વિજેતા

ઉપપ્રમુખ તરીકે વિઠ્ઠલભાઇ માંડવીયા પણ બિનહરિફ વિજેતા જાહેર થયા

જામનગર તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ તથા ઉપપ્રમુખ તરીકેના સુકાનીઓની આજે બિનહરીફ વરણી થઇ હતી. આજની જનરલ બોર્ડમાં આ બંને ઉમેદવારોને સત્તાવાર વિજેતા જાહેર કરાયા હતાં.

- Advertisement -

જામનગર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપ દ્વારા હસમુખભાઇ ફાચરા તથા ઉપપ્રમુખ તરીકે વિઠ્ઠલભાઇ માંડવીયાની પસંદગી કરવામાં આવી હતી. આ બંને ઉમેદવારોએ તાલુકા પંચાયત ખાતે ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતાં. જામનગર તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતિ હોય, કોંગ્રેસ પક્ષે ઉમેદવારી નોંધાવી ન હતી. આથી ભાજપના આ બંને ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતાં. આજે યોજાયેલ જનરલ બોર્ડમાં આ બંને ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં.

કોંગ્રેસ દ્વારા જામનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ માટે દાવેદારી રજૂ ન કરતાં બિનહરીફ થયેલા ભાજપના બંને ઉમેદવારો બિનહરીફ વિજેતા થતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા ચૂંટાયેલા સભ્યો અને હોદ્ેદારોએ તેમને શુભેચ્છા પાઠવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular