Saturday, March 15, 2025
Homeવિડિઓકાલાવડ તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

કાલાવડ તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

તાજેતરમાં કાલાવડ તાલુકા પંચાયતની ચુંટણી યોજાય હતી. જેમાં કુલ 18 બેઠકમાંથી ભાજપને 8, કોંગ્રેસને 7, એક અપક્ષ તથા બે આમ આદમી પાર્ટીના ફાળે બેઠકો ગઇ હતી. જેમાં કુલ અઢાર બેઠક માંથી આઠ ભાજપ અને સાત કોંગ્રેસ સાથે અપક્ષ જોડાતા બનેના આઠ આઠ અને આપના બેય વિજેતા ઉમેદવારો એ કોઈને ટેકો જાહેર ન કરાતાં ટાય પડી હતી. ટાઈ પડતા ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયા હતા. જેથી કાલાવડમાં ભાજપની તાલુકા પંચાયત બની હતી. પ્રમુખ તરીકે એમ.પી.ડાંગરીયા અને ઉપપ્રમુખ તરીકે નરવિજય સિંહ જાડેજા નિમાયા ટાઇમાં ભાજપ વિજેતા થતાં આપે વાંધો ઉઠાવ્યો હતો અને હાઇકોર્ટમાં જવા ની તૈયારી કરવાના અહેવાલો જાણવા મળ્યા હતા.

- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular