Thursday, March 28, 2024
Homeરાષ્ટ્રીય18 – 44 વર્ષના લોકોની રસીકરણ પ્રક્રિયામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે

18 – 44 વર્ષના લોકોની રસીકરણ પ્રક્રિયામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે

- Advertisement -

દેશભરમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે 1 મેથી 6 રાજ્યોમાં 18-44 વર્ષના લોકોના રસીકરણની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. અને ત્યાર બાદ વધુ 6 રાજ્યોમાં 18 વર્ષથી ઉપરના તમામને વેક્સિન આપવાનું શરુ કરવામાં આવ્યું છે. હાલ દેશના 12 રાજ્યોમાં વેક્સીનેશનની પ્રક્રિયા ચાલી રહી છે.ગુજરાતની વાત કરવામાં આવે તો 1મેથી 10શહેરોમાં 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. અને સમગ્ર દેશમાં ગુજરાત 18વર્ષથી ઉપરના લોકોની રસીકરણ પ્રક્રિયામાં પ્રથમ ક્રમે છે.

- Advertisement -

મીનીસ્ટ્રી ઓફ હેલ્થ દ્રારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર દેશના 12 રાજ્યોમાં 18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં 1મે થી 6મે સુધીમાં 18થી44 વર્ષના 2,24,090 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. જે પૈકી જામનગરમાં 5મે સુધી 18થી44 વર્ષના 9809 લોકોને વેક્સીન આપવામાં આવી છે. આ ઉપરાંત જામનગર વેક્સિનેશનની પ્રક્રિયામાં સમગ્ર દેશમાં અગ્રીમ હરોળમાં પણ છે.

- Advertisement -

જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. ત્યારબાદ રાજસ્થાનમાં 18થી 44ની વય ધરાવતા  2,18,450 લોકો, મહારાષ્ટ્રમાં 2,15,145 લોકો,દિલ્હીમાં 1,83,498લોકો, હરિયાણામાં 1,68,367 લોકો, ઉત્તરપ્રદેશમાં 86419 લોકો, ઓરિસ્સામાં 28163 લોકો, જમ્મુ અને કાશ્મીરમાં 21249, તમિલનાડુમાં 8418 લોકો, કર્ણાટકમાં 7067 લોકો, પંજાબમાં 2184 લોકોએ તથા છતીસગઢમાં 1026 લોકોએ વેક્સિન લીધી છે. 1મે થી 6મે સુધી દેશમાં 18થી44 વર્ષની વય ધરાવતાં 1164076 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

અંતે ઉલ્લેખનીય છે કે વેક્સિનની અછતના પરિણામે દેશના અન્ય રાજ્યોમાં 18વર્ષથી વધુ વયના લોકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું નથી. ત્યારે ગુજરાતમાં પણ માત્ર 10જ શહેરોમાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે. અને અનેક યુવાઓ રજીસ્ટ્રેશન કરાવવામાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. મોટાભાગના સેન્ટરો બ્લોક જ બતાવતા હોવાથી દિવસો સુધી યુવા વર્ગે વેક્સિન લેવા માટે રાહ જોવી પડશે.  ભારતમાં અત્યાર સુધીમાં 16 કરોડથી વધુ લોકોને વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જે પૈકી માત્ર 3કરોડએ જ બીજો ડોઝ લીધો છે.ભારતમાં રસીકરણની ગતિ ધીમી થવા માટેનું એક મુખ્ય કારણ વેક્સીન સપ્લાયની અછત છે. મે મહિનાના પ્રારંભથી જ દેશમાં રસીકરણની પ્રક્રિયા ધીમી થઇ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular