દેશમાં છેલ્લા દસ વર્ષમાં મોંઘવારીએ નવા રેકોર્ડ કર્યા છે અને ખાસ કરીને પેટ્રોલ-ડીઝલના ઉંચા ભાવએ સર્વાંગી રીતે મોંઘવારી વધારી રહી છે તે વચ્ચે મોદી સરકારે પેટ્રોલ અને ડિઝલનના ભાવમાં ટેક્સરૂપે છેલ્લા પાંચ વર્ષમાં 155966 લાખ કરોડની કમાણી કરી છે.2014થી અત્યાર સુધીમાં ક્રુડની કિંમતોમાં સરેરાશ 32 ટકાનો ઘટાડો થયો છે જેને હિસાબે આજની તારીખે પેટ્રોલનના ભાવ રૂા.66.44 પ્રતિ લીટર હોવા જોઇએ અને ડિઝલનના ભાવ રૂા.59.61 હોવા જોઇએ તેના બદલે આજે પેટ્રોલ 94.77 પ્રતિ લીટર અને ડિઝલ 87.67 પ્રતિ લીટરના ભાવે વેચાય છે. રાજ્યસભામાં ગઇકાલે પેટ્રોલીયમ મંત્રી દ્વારા અપાયેલા જવાબમાં આ ઘટ્ટસ્ફોટ થયો છે. સરકારે જો કે પેટ્રોલ-ડીઝલના ભાવ માટે ઓઇલ માર્કેટીંગ કંપનીઓની જવાબદારી ગણાવી હતી. પણ સાથોસાથ એ કબુલ કર્યું હતું કે ભારત 85 ટકા ક્રુડ તેલ આયાત કરે છે ને એવું પણ કહ્યું કે ક્રુડ તેલના ભાવ 2019માં ઓગષ્ટ માસમાં 59.35 ડોલર પ્રતિ બેરલ હતા. જે જુન 2022માં 116.01 ડોલર પ્રતિ બેરલ થઇ ગયા હતા. પરંતુ સરકારે જે સૌથી ઉંચા ભાવ ગણાવ્યા તે પછી પણ આજે અઢી વર્ષ જેવો સમય થઇ ગયો છે અને ક્રુડ તેલના ભાવ 80 ડોલરની આસપાસ છે. જ્યારે સરકારે 2019-20થી 2024 સુધીમાં પેટ્રોલ-ડીઝલ પરની ટેક્સમાં રાજ્ય સાથે રહીને કુલ 155966 લાખ કરોડની કમાણી કરી છે.