જામજોધુપર તાલુકાના કડબાલ ગામે રહેતી 24 વર્ષની યુવતી કોઇને કહયા વગર જતી રહી હોય. આ અંગે કોઇને જાણ થાય તો શેઠવડાળા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.
જામજોધપુર તાલુકાના કડબાલ ગામે રહેતાં સામતભાઈ ખીમાભાઈ વરુએ શેઠવડાળા પોલીસ સ્ટેનમાં પોતાના ભાઇની દિકરી નિરાલીબેન ભદાભાઈ વરુ (ઉ.વ.24) નામની યુવતી ગત તા. 21ના રોજ 10 વાગ્યાથી તા.22 ના 2 વાગ્યા દરમિયાન કયાંક જતી રહી છે અને શોધખોળ કરવા છતાં આજદિન સુધી મળી આવી નથી. શરીરે મધ્યમ બાંધાની, ઘઉંવર્ણી, 5.1 ફુટ અને શરીરે પીળા કલરનું ટીશર્ટ તથા બ્લુ કલરની લેગીશ પહેરેલ યુવતી ગુમ થઈ હોય. આ અંગે કોઇને જાણકારી હોય તો શેઠવડાળા પોલીસ સ્ટેશન ફોન નંબર-63596 27876નો સંપર્ક કરવા જણાવાયું છે.