જામનગર તથા સમગ્ર દેશમાં ડીજીટલ અરેસ્ટ કરી છેતરપિંડીના બનાવો ચિંતાજનક રીતે વધતા જાય છે. દરમિયાન જામનગરમાં ખાનગી કંપનીના કર્મચારીને પાર્સલમાં ડ્રગ્સ આવ્યું હોવાનો ભય બતાવી 13 લાખ રૂપિયા બળજબરીથી પડાવી લીધાના બનાવમાં સાયબર ક્રાઈમે પાસ આરંભી હતી.
ડીજીટલ યુગમાં ફાયદાઓની સાથે સાથે ગેરફાયદાઓ પણ વધતા જાય છે. તેમજ હાલના ડીજીટલ યુગમાં છેતરપિંડીના નવતર કીમીયાઓ એક પછી એક પછી એક બહાર આવતા જાય છે. હાલમાં દેશભરમાં ડીજીટલ એરેસ્ટ કરી છેતરપિંડીના બનાવોએ માજા મૂકી છે. આ સાયબર ક્રાઈમને અટકવવા માટે સરકાર દ્વારા અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. તેમ છતાં ગુનાઓ અટકવાનું નામ લેતા નથી. યેનકેન પ્રકારે લોકો પાસેથી રૂપિયા પડાવી લ્યે છે. જામનગરમાં બનેલા કિસ્સાની વિગત મુજબ, મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીમાં ફરજ બજાવતા સુરતના મેહુલભાઈ રમાકાંતભાઈ પંજી (ઉ.વ.55) નામના પ્રૌઢ પાસે પોલીસ તરીકેની ઓળખ આપી સીબીઆઇ અને મુંબઇ ક્રાઈમ બ્રાન્ચનો બનાવટી લેટર પેડ મોકલી પાર્સલમાં ડ્રગ્સ આવ્યું હોવાનો ભય બતાવી એનડીપીએસ ના ગુનામાં ધરપકડ અને આજીવન કેદ થશે તેમ કહી ડરાવી – ધમકાવી એનડીપીએસના કેસમાંથી નામ કઢાવવા માટે ઠગ ટોળકીએ 13 લાખ રૂપિયા બળજબીપૂર્વક ગૌરવ મંગલ એયુ બેંકમાં 2402259055679852 નંબરના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી પડાવી લીધા હતાં.
ખાનગી કંપનીના કર્મચારી પાસે ગત માર્ચ મહિનામાં ડ્રગ્સના પાર્સલમાં ડ્રગ્સનો ભય બતાવી બેંકના ખાતેદાર તથા મોબાઇલ નંબર +91 8259854217 નંબરના મોબાઇલધારક સહિતનાઓએ ડીજીટલ એરેસ્ટ કરી કંપનીના કર્મચારી પાસેથી રૂા.13 લાખ બળજબરીથી પડાવી લીધા હતાં. ડીજીટલ એરેસ્ટન બનવમાં નેહુલભાઈ દ્વારા જાણ કરાતા સાયબર ક્રાઈમ પીઆઈ આાઈ.એ. ધાસુરા તથા સ્ટાફે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.