Thursday, March 28, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોની બોર્ડમાં તક મળતાં જ વિપક્ષી સભ્યોએ બોલાવી તડાપીટ

જામ્યુકોની બોર્ડમાં તક મળતાં જ વિપક્ષી સભ્યોએ બોલાવી તડાપીટ

માત્ર એક એજન્ડા સાથેની સામાન્ય સભામાં વિપક્ષી સભ્યોએ પૂર અને પૂર બાદની સ્થિતિ અંગે કરી રજૂઆત : ટેક્સ શાખાના ભ્રષ્ટાચાર મામલે કોર્પોરેટર રચના નંદાણીયાએ આંખે પાટો બાંધી કર્યો અનોખો વિરોધ : કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી પૂરઅસરગ્રસ્તો માટે રૂા. 2 લાખની સહાય આપવા જેનબ ખફીની રજૂઆત

- Advertisement -

માત્ર એક એજન્ડા સાથે યોજાયેલી જામ્યુકોની સામાન્ય સભામાં આજે વિપક્ષોને પ્રશ્ર્નોતરી અને રજૂઆતનો પુરતો સમય મળતાં તાજેતરમાં શહેરમાં ભારે વરસાદને કારણે ઉભી થયેલી પુરની પરિસ્થિતિ અંગે વિપક્ષી સભ્યોએ સત્તાપક્ષ પર ભારે તડાપીટ બોલાવી હતી. વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણીયા ટેકસ શાખાના ભ્રષ્ટાચાર સામે કરવામાં આવતાં આંખ આડા કાનને લઇને પોતાની આંખે પાટા બાંધીને અનોખો વિરોધ કર્યો હતો. અન્ય મહિલા કોર્પોરેટર જેનબ ખફીએ કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી પૂર અસરગ્રસ્ત લોકોને સહાય આપવાની માંગણી કરી હતી.

- Advertisement -

મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને ટાઉનહોલમાં યોજાયેલી જામ્યુકોની સામાન્ય સભામાં આજે ટીપી સ્કીમના પ્લોટના હેતુફેર અંગે સરકારમાંથી આવેલી ક્વેરી સોલ કરવામાં માટેનો એકમાત્ર એજન્ડા મૂકવામાં આવ્યો હતો. અન્ય કોઇ એજન્ડા કે કાર્યવાહી ન હોય, લાંબાસમયથી પ્રશ્ર્નોતરી અને રજૂઆતની રાહ જોઇ રહેલા વિપક્ષોને આજે મોકળુ મેદાન મળી ગયું હોય તેમ શહેરમાં પૂર અને ત્યારબાદની સ્થિતિ અંગે ભારે તડાપીટ બોલાવી હતી. વિપક્ષી કોર્પોરેટર જેનબ ખફીએ સફાઇની કામગીરીમાં પણ ભેદભાવના આક્ષેપ કર્યા હતાં. એટલું જ નહીં સફાઇ કામદારોને રાજકોટથી બોલાવવામાં આવ્યા હોવા છતાં જે કામગીરી થવી જોઇએ. તે થઇ ન હોવાનું જણાવ્યું હતું. જામ્યુકોના તંત્રની નિષ્ફળતા અંગે તેમણે આક્ષેપો કર્યા હતાં. આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે, કોર્પોરેટરોને વર્ષ દરમિયાન વિકાસ કામો માટે જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તે પૈકી દરેકે બબ્બે લાખ રૂપિયા શહેરના પૂર અસરગ્રસ્તોને સહાય ચૂકવવા માટે આપવા જોઇએ. આ ઉપરાંત કાર્યપાલક ઇજનેરની કાયમી નિમણૂંક અને ટેક્સ શાખાના ભ્રષ્ટાચારનો મુદ્ો ઉઠાવી રહેલા વોર્ડ નં. 4ના વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણીયાએ આજે સામાન્ય સભામાં પોતાની આંખે પાટા બાંધીને સૌને ચોંકાવી દીધા હતાં. ટેક્સ શાખામાં ચાલતાં ભ્રષ્ટાચાર મુદ્ે જામ્યુકોના સત્તાધિશો દ્વારા કરવામાં આવી રહેલા આંખ આડા કાનના વિરોધમાં તેમણે પોતાની આંખે પાટો બાંધીને રજૂઆત કરી હતી.  આ ઉપરાંત વોર્ડ નં. 12ના વિપક્ષી કોર્પોરેટર અસલમ ખિલજીએ પણ વોર્ડમાં પૂર બાદ ઉભી થયેલી સ્થિતિ અંગે રજૂઆત કરી હતી. આ તકે વિપક્ષોના પ્રશ્ર્નો સામે સોલિડ વેસ્ટ શાખાના અધિકારીઓને જવાબો આપવા ભારે થઇ પડયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular