જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી ફેસ-3 વિસ્તારમાં જાહેરમાં ગેરકાયદેસર ગેસના બાટલાનું રિફીલીંગ કરાતાં સ્થળે એસઓજીની ટીમે રેઇડ દરમિયાન મસિતિયાના શખ્સને રૂા. 14000ના મુદ્ામાલ સાથે ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી ફેસ-3 વિસ્તારમાં નળીવાળા રોડ પર જાહેરમાં ગેસના બાટલામાં રિફિલીંગ કરાતું હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે રેઇડ દરમિયાન અઝિમ યુસુફ ખીરા નામના મસિતિયા ગામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી ગેસ ભરેલા મોટા ત્રણ બાટલા અને ખાલી ત્રણ બાટલા તથા એક નાનો ખાલી બાટલો તેમજ પ્લાસ્ટિકની પાઇપ રેગ્યુલેર અને નોઝલ સાથે તથા વજનકાંટો મળી કુલ રૂા. 14000ના મુદ્ામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી તપાસ આરંભી હતી.