જામનગર શહેરના રબ્બાનીપાર્ક વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાં એસઓજીની ટીમે રેઈડ દરમિયાન 576 ગ્રામ ગાંજાના જથ્થા સાથે શખ્સને દબોચી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, ગુજરાતનો સૌથી મોટો દરિયાકિનારો ધરાવતા હાલારમાં નશીલા પદાર્થનું વેંચાણ બેરોકટોક થઈ રહ્યું છે. નશીલા પદાર્થ યુવાનોની જિંદગી બરબાદ કરી નાખે છે અને આ નશીલા પદાર્થની બદી ડામવા પોલીસ તંત્ર હંમેશા એકટીવ હોય છે તેમછતાં શહેર-જિલ્લામાંથી સમયાંતરે નશીલા પદાર્થના જથ્થો ઝડપાવાની ઘટનાઓ સાવ સામાન્ય બની ગઇ છે. જામનગર શહેરના મોરકંડા રોડ પર આવેલા રબાનીપાર્ક, રબ્બાની સોસાયટી શેરી નંબર-7 માં રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો હોવાની ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, જયેશભાઈ પઢેડીયા, વિજયભાઈ કારેણાને મળેલી બાતમીના આધારે પીઆઈ વી.જે. રાઠોડ, પીએસઆઈ એલ.એમ. ઝેર, એ.વી.ખેર તથા સ્ટાફે રબ્બાની સોસાયટીમાં મકાન નંબર-8 માં રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન એસઓજીની ટીમે ગુલામહાજી મહમદગોસ શેખ નામના શખ્સના મકાનમાંથી તલાસી લેતા રૂા.28,800 ની કિંમતનો 576 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે રૂા.10000 નો મોબાઇલ ફોન મળી કુલ રૂા.33,800 ના મુદ્દામાલ સાથે ગુલામહાજીને દબોચી લઇ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
View this post on Instagram


