Wednesday, September 9, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ચાર જુગાર દરોડામાં 12 મહિલા સહિત 24 પત્તાપ્રેમી ઝડપાયા

જામનગરમાં ચાર જુગાર દરોડામાં 12 મહિલા સહિત 24 પત્તાપ્રેમી ઝડપાયા

જામનગરમાં ઇદ મસ્જીદ ધરારનગર-1 પાસેથી પાંચ શખ્સો રૂા.12020ની રોકડ સાથે તીનપતીનો જુગાર રમતા ઝડપાયા હતાં. જામનગરના ગરીબનગર પાણાખાણમાંથી સીટી બી પોલીસે ચાર શખ્સોને રૂા.14540ની રોકડ સાથે તીનપતીનો જુગાર રમતા ઝડપી લીધા હતાં. એક શખસ નાશી જતાં તેની શોધખોળ હાથ ધરાઇ હતી. શહેરના ગીરધારી મંદિર પાછળ માણેકવાડી શેરીમાંથી 7 મહિલાઓ તીનપતીનો જુગાર રમતા ઝડપાઇ હતી. એમપીશાહ ઉદ્યોગ સંત કબીર આવાસ પાસેથી પાંચ મહિલાઓ સહિત 6 શખ્સો જુગાર રમતા ઝડપાયા હતાં. પાંચેય મહિલાઓને નોટીસ અપાઇ હતી.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના ધરારનગર-1 ઇદ મસ્જીદ રોડ આરીફ પાનની સામેથી સીટી બી પોલીસે રેઇડ દરમિયાન હનીફ જુમા સમા, હનીફ મામદ કાયાણી, જયેશ જયંતી રોરીયા, મોહસીન નિમાવત બ્લોચ, ફારૂક કાસમ સંધી સહિત પાંચ શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા.12020ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

બીજો દરોડો જામનગર શહેરમાં ગરીબનગર પાણાખાણ વિસ્તારમાં જુગાર રમાતી હોવાની બાતમીના આધારે સીટી બી પોલીસે અવિનાશ વિજય માલકીયા, અશોક વાલજી સોલંકી, વિપુલ વાલજી સોલંકી, હાર્દિક બટુક સોલંકી નામના શખ્સોને રૂા.14540ની રોકડ સાથે તીનપતીનો જુગાર રમતા ઝડપી લીધા હતાં. રેઇડ દરમિયાન હિતેશ વાલજી સોલંકી નામનો શખ્સ નાશી જતાં તેની શોધખોળ હાથ ધરાઇ હતી.

- Advertisement -

ત્રીજો દરોડો જામનગર શહેરના ગીરધારી મંદિરની પાછળના ભાગે માણેકવાડી શેરીમાંથી સીટી એ પોલીસે રેઇડ દરમિયાન સાત મહિલાઓને રૂા.4280ની રોકડ સાથે તીનપતીનો જુગાર રમતા ઝડપી લીધી હતી.

ચોથો દરોડો જામનગરમાં એમપીશાહ ઉદ્યોગ સંતકબીર આવાસ પાસેથી સીટી બી પોલીસે રેઇડ દરમિયાન પાંચ મહિલા તથા કનકસિંહ વિજયસિંહ જાડેજા સહિત 6 શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા.3000ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. પાંચેય મહિલાઓને નોટીસ અપાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular