Thursday, September 23, 2021
Homeરાજ્યજામનગરજી. જી. હોસ્પિટલમાં પાણીના ટાંકા પાસેથી યુવાનનો મૃતદેહ સાંપડ્યો

જી. જી. હોસ્પિટલમાં પાણીના ટાંકા પાસેથી યુવાનનો મૃતદેહ સાંપડ્યો

નપાણિયા ખીજડિયામાં હ્રદયરોગના હુમલાથી યુવાનનુ મોત: જામનગરમાં છાતીમાં દુ:ખાવો થવાથી વૃધ્ધનું મૃત્યુ

- Advertisement -

જામનગર શહેરની જી જી હોસ્પિટલમાં પાણીના ટાંકા પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતકની ઓળખ માટે કાર્યવાહી હાથ ધરી છે. કાલાવડ તાલુકાના નપાણિયા ખીજડિયા ગામના યુવાનનું હ્રદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતું. જામનગર શહેરના શાંતિનગર વિસ્તારમાં રહેતા વૃધ્ધને હ્રદયરોગનો હુમલો આવતા સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરની જી જી હોસ્પિટલમાં પાણીના ટાંકા પાસે આશરે 25 વર્ષનો એક યુવાન બેશુધ્ધ હાલતમાં મળી આવતા હિતેષભાઇ દ્વારા જાણ કરાતા યુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નીપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણ થતા હે.કો. એમ. પી. ગોરાણિયા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

બીજો બનાવ કાલાવડ તાલુકાના નપાણિયા ખીજડિયા ગામમાં રહેતા અને ખેતી કરતા રમેશભાઇ નાથાભાઇ આસોદરિયા (ઉ.વ.46) નામના યુવાને શુક્રવારે દૂધની ડેરીએ હતા તે દરમ્યાન હ્રદયરોગનો હુમલો આવતા બેશુધ્ધ થઇ જવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ યુવાનનુ મોત નિપજ્યાનું જાહેર કર્યું હતું. આ અંગે જગદીશભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. આર.વી.ગોહિલ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજા બનાવમાં જામનગર શહેરમાં શાંતિ નગર સર્વેશ્ર્વર મહાદેવ શેરી નં.4માં રહેતા જયવંતસિંહ મજબૂતસિંહ જાડેજા (ઉ.વ.60) નામના નિવૃત વૃધ્ધને શુક્રવારે સવારના સમયે તેના ઘરે છાતીમાં દુ:ખાવો થવાથી સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ અંગેની નરેન્દ્રસિંહ દ્વારા જાણ કરાતા એએસઆઇ વી. આર. ગામેતી તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular