નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર દરરોજ દિલ્હી મેટ્રોમાં સીટ માટે થતા ઝઘડા અને વિવાદોના વીડિયો વાયરલ થતા રહે છે. પરંતુ આ બધાની વચ્ચે એક એવો હૃદયસ્પર્શી વીડિયો સામે આવ્યો છે, જેણે ઈન્ટરનેટ પર લોકોના દિલ જીતી લીધા છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક શીખ યુવાન મેટ્રો કોચની અંદર અત્યંત મધુર અવાજમાં લોકપ્રિય પંજાબી ગીત “માહી મૈનુ છડ્યો ના” ગાતો જોવા મળે છે. સામાન્ય રીતે મુસાફરી દરમિયાન પોતાના મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેતા મુસાફરો પણ પાજીનો સુરીલો અવાજ સાંભળીને મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
View this post on Instagram
વીડિયોમાં જોઈ શકાય છે કે શરૂઆતમાં લોકો કુતૂહલવશ યુવાન સામે જુએ છે, પરંતુ થોડી જ વારમાં આખો કોચ સંગીતના રંગમાં રંગાઈ જાય છે. મુસાફરોએ પોતાના ફોન બાજુ પર મૂકીને પાજી સાથે સૂર પુરાવવાનું શરૂ કર્યું અને તાળીઓના તાલે ઝૂમવા લાગ્યા. ઘણા મુસાફરોએ આ યાદગાર ક્ષણને પોતાના કેમેરામાં કેદ પણ કરી હતી.
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @ramansur1313 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને લાખો વ્યૂઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે. કોમેન્ટ સેક્શનમાં લોકો પાજીના અવાજના ખૂબ વખાણ કરી રહ્યા છે:


