HomeવિડિઓViral Videoઉંમર વીતી ગઈ, પણ પ્રેમનો રંગ હજુ પણ ઊંડો છે: પત્ની માટે...

ઉંમર વીતી ગઈ, પણ પ્રેમનો રંગ હજુ પણ ઊંડો છે: પત્ની માટે લાલ બંગડીઓ ખરીદતા વૃદ્ધ દંપતીનો VIRAL VIDEO

“પ્રેમ વ્યક્ત કરવા માટે કોઈ ઉંમરની મર્યાદા નથી”  આ કહેવતને સાચી ઠેરવતો એક સુંદર અને ભાવુક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર સૌના દિલ જીતી રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક વૃદ્ધ કાકા પોતાની પત્ની માટે દુકાનમાંથી સુંદર લાલ બંગડીઓ ખરીદતા જોવા મળે છે. ઉંમરના આ પડાવમાં પણ બંને વચ્ચેની સાદગી, સમજણ અને લાગણી જોઈને નેટીઝન્સ ભાવુક થઈ રહ્યા છે.

- Advertisement -

વાયરલ થઈ રહેલા આ દ્રશ્યમાં વૃદ્ધ દંપતી બંગડીની એક દુકાનમાં ઊભું છે અને પસંદગી કરી રહ્યું છે. કાકા દુકાનદાર સાથે બંગડીના રંગ, ડિઝાઈન કે સાઈઝ અંગે વાત કરતા અને ક્યારેક હળવી સોદાબાજી કરતા નજરે પડે છે. તેમની બાજુમાં ઊભેલા પત્ની શાંતિથી ક્યારેક બંગડીઓ તરફ તો ક્યારેક પોતાના પતિ તરફ જોઈ રહ્યા છે.થોડી જ ક્ષણોમાં માસી પોતાના હાથના ઈશારા દ્વારા સ્પષ્ટ કરે છે કે તેમને કેવી બંગડીઓ જોઈએ છે. આસપાસ હાજર લોકો પણ આ સુંદર પળને કુતૂહલ અને સ્નેહથી નિહાળી રહ્યા હતા, અને કોઈએ આ આખી ઘટના પોતાના કેમેરામાં કેદ કરી લઈ સોશિયલ મીડિયા પર મૂકી દીધી.

 

View this post on Instagram

 

A post shared by Sunil Kumar (@sunil0333kumar)

- Advertisement -

આ વીડિયો @sunil0333kumar નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે “શ્રદ્ધાનો તહેવાર. યુગ વીતી ગયો, પણ પ્રેમનો રંગ મજબૂત રહ્યો.” આ કેપ્શન પરથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ દંપતી છઠ પૂજા કે કરવા ચોથ જેવા કોઈ ખાસ તહેવાર નિમિત્તે ખરીદી કરવા નીકળ્યું હશે.માત્ર એક જ દિવસમાં આ વીડિયોને મોટી સંખ્યામાં વ્યૂઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે. કોમેન્ટ સેક્શનમાં પણ લોકોએ દિલ ખોલીને પ્રેમ વરસાવ્યો છે. એક યુઝરે લખ્યું કે “દુકાનદારે આજે કંઈક શીખ્યું હશે,” તો બીજા એક યુઝરે માસીના ચહેરાની ખુશીનો ઉલ્લેખ કરતા લખ્યું કે “માસી ખૂબ ખુશ છે.” આમ, નાનકડી લાગતી આ ખરીદીએ લાખો લોકોના હૃદયમાં પ્રેમ અને સાથનો એક નવો રંગ ભરી દીધો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular