HomeવિડિઓViral Videoઆખલાએ એક જ ઝાટકે કાકાને હવામાં ફંગોળ્યા ! વાયરલ CCTV વીડિયો જોઈને...

આખલાએ એક જ ઝાટકે કાકાને હવામાં ફંગોળ્યા ! વાયરલ CCTV વીડિયો જોઈને રૂંવાડા ઊભા થઈ જશે

સોશિયલ મીડિયા પર અવારનવાર રખડતા પશુઓ અને ખાસ કરીને આખલાઓના હુમલાના ચોંકાવનારા વીડિયો સામે આવતા રહે છે. રખડતા ઢોરનો ત્રાસ લગભગ દરેક શહેરોમાં જોવા મળે છે ત્યારે ક્યારેક લોકોને ઢોરના લીધે ઘણી અગવડો પડે છે તો ક્યારેક લોકો સામે ચાલીને મૂંગા પશુને અટકચાળો કરતા જોવા મળે છે.ઘણીવાર માણસની નાની અમથી ભૂલ કે અટકચાળો મોટી મુસીબત નોતરે છે. આવો જ એક CCTV વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

- Advertisement -

આ વાયરલ વીડિયો X પર @IamLeelaKumari નામના આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે એક વૃદ્ધ વ્યક્તિ પોતાના ઘરની બહાર ગલીમાં ઊભા છે અને ત્યાં એક આખલો શાંતિથી ઊભો હોય છે. આખલો કંઈ ન કરતો હોવા છતાં, વૃદ્ધ વ્યક્તિ હાથમાં લાકડી લઈને તેને ભગાડવા કે મારવાનો પ્રયાસ કરે છે.
વૃદ્ધની આ હરકતથી આખલો અચાનક ઉશ્કેરાઈ જાય છે અને વળતો હુમલો કરે છે. આખલો વૃદ્ધને શિંગડે ભરાવીને ટક્કર મારે છે, જેના કારણે તેઓ દીવાલ સાથે અથડાઈને નીચે પટકાય છે. બૂમાબૂમ સાંભળીને ઘરમાંથી બે મહિલાઓ બહાર દોડી આવે છે અને જમીન પર પડેલા વૃદ્ધને સંભાળીને ઘરની અંદર લઈ જાય છે.

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે; ઘણા લોકો કહી રહ્યા છે કે વૃદ્ધે શાંતિથી ઘરમાં જતા રહેવાની જરૂર હતી, ખોટી રીતે આખલાને છંછેડવાની જરૂર નહોતી. આ ઘટના આપણને શીખવે છે કે રસ્તા પર ફરતા મૂંગા અને શક્તિશાળી પ્રાણીઓને ક્યારેય ઉશ્કેરવા જોઈએ નહીં, નહીંતર જીવનું જોખમ ઊભું થઈ શકે છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular