Saturday, January 22, 2022
Homeરાજ્યજામનગરઆંખના રોગો માટે નિ:શુલ્ક કેમ્પ

આંખના રોગો માટે નિ:શુલ્ક કેમ્પ

- Advertisement -

શિરડી સાંઈબાબા મંદિર ગાંધીનગર તથા રણછોડદસાજી ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા દર મહિને જામનગરમાં આંખના રોગો માટેનો કેમ્પ વિનામૂલ્યે યોજવામાં આવે છે.

- Advertisement -

જે હવે આગામી તા.4 ના રોજ શિરડી સાંઈબાબા મંદિર ગાંધીનગર ખાતે યોજવામાં આવશે. આ કેમ્પમાં આંખના દર્દીઓને તપાસી જરૂરી સૂચના તેમજ દવાઓ આપવામાં આવે છે. ઉપરાંત જે દર્દીઓને ઓપરેશન કરાવવાની જરૂરિયાત હોય તેવા દર્દીઓને ટ્રસ્ટ દ્વારા બસમાં રાજકોટ હોસ્પિટલ ખાતે લઇ જઇ તેઓનું ઓપરેશન પૂર્ણ કરી દર્દીને જામનગર પરત મૂકી જવા સુધીની સેવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે. કેમ્પ તા.4 ના સવારે 9:30 થી બપોરે 12:30 સુધી ગાંધીનગર સાંઈબાબા મંદિર, જામનગર ખાતે યોજાશે. કેમ્પને લગતી વધુ માહિતી માટે ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજાનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular