કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના પૂર્વ સચિવ એસસી મિશ્રાએ જણાવ્યું છે કે, 2020ની સરખામણીમાં પરિસ્થિતિ સૂધરી છે. સરકાર ધારે તો પેટ્રોલમાં પ્રતિલિટરે રૂા.12નો તથા ડિઝલમાં રૂા.14 નો ઘટાડો કરી શકે છે.
મિશ્રાએ જણાવ્યું છે કે, સરકારે 2020ના માર્ચ અને મે મહિનામાં વધારાની આવક મેળવવા માટે પેટ્રોલની કિંમતમાં રૂા.12નો અને ડિઝલની કિંમતમાં રૂા.14નો ટેકસનો વધારો કર્યો હતો.
આ ઉપરાંત કેન્દ્રીય નાણાંમત્રીએ તાજેતરમાં બજેટ વખતે વધારાના એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર અને ડેવલોપમેન્ટ સેસ તરીકે પેટ્રોલમાં પ્રતિ લિટરે રૂા.2.5નો અને ડિઝલમાં રૂા.4 નો વધારોનો બોજો લાદયો હતો.
તેઓએ એમ પણ કહ્યું છે કે, સરકાર પોતાના અન્ય ખર્ચને પહોંચી વળવા માટે ઇંધણો પર વેરાઓની ઉંચી આવક મેળવી રહી છે. પરંતુ ક્રૂડની કિંમતો જયારે પણ ઘટે ત્યારે સરકાર 2020ના માર્ચ અને મે માં વધારવામાં આવેલા વેરાઓ ઘટાડી શકે છે. હાલમાં ક્રૂડની કિંમત વધી રહી છે ત્યારે સરકાર ઇચ્છે તો પેટ્રોલના ભાવમાં રૂા. 12 અને ડિઝલના ભાવમાં રૂા.14નો ઘટાડો કરી શકે છે.