Monday, April 28, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઅમંગળ : મુસાફરો ભરેલી બસ કેનાલમાં ખાબકી, 4ના મોત

અમંગળ : મુસાફરો ભરેલી બસ કેનાલમાં ખાબકી, 4ના મોત

મધ્યપ્રદેશમાં મંગળવારની સવાર અમંગળ સાબિત થઇ છે. સીધીમાં વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં મુસાફરો ભરેલી બસ કેનાલમાં ખાબકતા 4 લોકોના મૃત્યુ થયા છે. અને 7ને બચાવી લેવામાં આવ્યા છે. બસમાં 54 મુસાફરો સવાર હતા.

- Advertisement -

મધ્યપ્રદેશના સીધીના  રામપુરના નૈકીન વિસ્તારમાં  આજે સવારે 7:30 વાગ્યે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 54 મુસાફરો ભરેલી એક બસ કેનાલમાં ખાબકી હતી. અને આ અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ નીપજ્યા છે. બસ સીધીથી સતના જઇ રહી હતી. નૈકિનમાં તે પટના પુલ પાસે કેનાલમાં ખાબકી હતી. અકસ્માતનું કારણ હજી બહાર આવ્યું નથી. કેનાલની જળસપાટી ઘટાડવા માટે  બાણસાગર ડેમમાંથી કેનાલનું પાણી બંધ કરાયું છે. અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular