Friday, March 29, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઅમેરિકા બાદ જર્મનીમાં પણ અંધાધૂંધ ફાયરીંગ, 7નાં મોત

અમેરિકા બાદ જર્મનીમાં પણ અંધાધૂંધ ફાયરીંગ, 7નાં મોત

- Advertisement -

જર્મનીના શહેર હેમ્બર્ગમાં રવિવારે (5 માર્ચ) એક ચર્ચમાં અચાનક ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં બે ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ઓછામાં ઓછા સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા. પોલીસે ટ્વિટર પર જણાવ્યું હતું કે, પ્રારંભિક સંકેતો અનુસાર, ગ્રોસબોસ્ર્ટેલ જિલ્લાના ડેલબોઇઝ સ્ટ્રીટમાં એક ચર્ચમાં ગોળીબાર કરાયો હતો. તેમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો. તેઓએ લોકોને આ વિસ્તારમાં રહેતા લોકોને ” વધારે પડતા જોખમ” વિશે એલર્ટ આપવા માટે ઈમરજન્સી એલર્ટ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો છે. જર્મન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે ઘણા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને લોકોને આ વિસ્તારથી દૂર રહેવાના સંદેશા મોકલવામાં આવી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓને ઘરની અંદર રહેવા અને એકદમ જરૂરી હોય ત્યારે જ ફોનનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે, જેથી નેટવર્ક પર બોજ ન પડે. બીજી બાજુ આ હુમલા પાછળના હેતુ વિશે, પોલીસ પ્રવક્તાએ કહ્યું કે “આ ગુના પાછળના હેતુ વિશે હજી સુધી કોઈ વિશ્ર્વસનિય માહિતી પ્રાપ્ત થઈ નથી.”

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular