જામનગર શહેર નજીક ખીજડિયા બાયપાસ પાસે ગઈકાલે રાત્રિના સમયે ડીજલ ભરેલા ટેન્કરના ટાયરમાં એકાએક આગ લાગતા જામનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી જઇ આગને કાબુમાં લીધી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ખીજડિા બાયપાસ નજીકથી ગઈકાલે રાત્રિનાા સમયે પસાર થતા જીજે-12-એટી-8003 નંબરના ડીઝલ ભરેલું ટેન્કરમાં કોઇ કારણસર ટાયરમાં આગ લાગી હતી. ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ લાગ્યાની જાણ થતા ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઇ તથા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવા કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. કેમ કે ડિઝલ ભરેલા ટેન્કરમાં આગ લાગે તો મોટાપાયે નુકસાનની શકયતા હતી. વધુમાં મળી વિગત મુજબ ટેન્કરના ચાલકની સમયસુચકતાને કારણે જાનહાની ટળી હતી. ફાયરબ્રિગેડની ટીમે આગને કાબુમાં લીધી હતી અને પોલીસે અટવાયેલા વાહન વ્યવહારને ફરીથી શરૂ કરાવ્યો હતો.