Friday, April 26, 2024
Homeરાષ્ટ્રીયઆવતીકાલે ઉત્તર પ્રદેશમાં અંતિમ તબક્કાનું મતદાન

આવતીકાલે ઉત્તર પ્રદેશમાં અંતિમ તબક્કાનું મતદાન

10મીએ પાંચ રાજ્યોનું પરિણામ

- Advertisement -

ઉત્તર પ્રદેશમાં છ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે જ્યારે હવે અંતિમ સાતમા તબક્કા માટે સાતમી માર્ચે મતદાન યોજાશે. સાતમા તબક્કામાં અંતિમ બાકી રહેલી 54 બેઠકો પર મતદાન થશે. આ બેઠકો કુલ નવ જિલ્લાને આવરી લેશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત વિસ્તાર વારાણસીનો પણ સમાવેશ થાય છે.

- Advertisement -

આ સાથે જ એક મહિનો લાંબી ચાલેલી મતદાન પ્રક્રિયાનો પણ અંત આવશે જેની શરૂઆત 10મી ફેબુ્રઆરીએ થઇ હતી, કુલ પાંચ રાજ્યોમાં મતદાન પ્રક્રિયા આ સાથે જ પૂર્ણ થઇ જશે.

ત્રણ રાજ્યોમાં મતદાન પૂર્ણ થઇ ગયું હતું જ્યારે મણીપુરમાં બીજા અને અંતિમ તબક્કા માટે કુલ 76.04 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ 82 ટકા મતદાન સેનાપતિ જિલ્લામાં થયું હતું.

- Advertisement -

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા દિવસે પણ વારાણસીમાં જોવા મળ્યા હતા.

અગાઉ તેમણે અહી રોડ શો યોજ્યો હતો જ્યારે બીજા દિવસે શનિવારે મોદીએ વારાણસીના પદ્મશ્રી તેમજ પદ્મભુષણ એવોર્ડ વિજેતા બુદ્ધિજીવીઓની સાથે વાતચીત કરી હતી અને ઉત્તર પ્રદેશમાં ફરી ભાજપની સરકાર રચવા માટે જનતાને અપીલ કરી હતી.

- Advertisement -

મોદીએ કહ્યું હતું કે રાજ્યમાં જો સિૃથર સરકાર હશે તો મોટા અને સાહસીક નિર્ણયો લેવામાં સરકાર સક્ષમ રહેશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે જ્યારે રાષ્ટ્રની સામે પડકારો આવે છે ત્યારે વંશવાદી પોતાનંુ રાજકીય હિત જ જોવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular