Sunday, April 11, 2021
Homeરાજ્યજામનગરજામનગરમાં ફિલ્મી દાસ્તાન: દોસ્ત દોસ્ત ના રહા…

જામનગરમાં ફિલ્મી દાસ્તાન: દોસ્ત દોસ્ત ના રહા…

જામનગરમાં ભાઇઓથી વિશેષ એવાં બે ઉદ્યોગપતિ મિત્રોની અજીબ દુશ્મનાવટની કથા: મામલો, છેક વડી અદાલતમાં પહોંચ્યો !

- Advertisement -

જામનગરના ઉદ્યોગજગતમાં રાજહંસ ઇમ્પેક્ષ પ્રાઇવેટ લી. અને જીનેશ ઇન્ડસ્ટ્રીઝવાળા જિનેશ ફુલચંદ શાહ બહુ મોટું નામ છે અને અમિત પેટ્રોલિયમવાળા લલીતભાઇ પોપટનું નામ પણ મોટું છે. આ બન્ને બિઝનેસમેન વર્ષોથી ખાસ મિત્રો રહ્યા છે. બન્ને મિત્રો વચ્ચે ભાઇઓથી પણ વિશેષ દોસ્તી હતી. પરંતુ આ દોસ્તીમાં મોટી તિરાડ પડી છે અને તિરાડનું કારણ છે રૂા.13 લાખનો ચેક.
જિનેશ ફુલચંદ શાહે પોતાની અંગત જરૂરીયાત માટે ખેતીવાડી ધરાવતા અને રવિ પેટ્રોલિયમમાં કામ કરતાં રફીક ઇબ્રાહિમ પાસેથી પોતાની પેઢી જિનેશ ઇન્ડસ્ટ્રીઝ માટે રૂા.13 લાખ જેવી રકમ લલીતભાઇ પોપટ હસ્તક હાથઉછીની મેળવી હતી. આ રકમની ચૂકવણી માટે જિનેશભાઇ શાહે રૂા.13 લાખનો ચેક રફીક ઇબ્રાહિમભાઇને આપ્યો હતો અને ખાત્રી તથા ભરોસો આપ્યો હતો કે, મુદ્તે આ ચેક બેંકમાં રજૂ કરવાથી ચેક મુજબની રકમ મળી જશે. ત્યારબાદ ચેક મેળવનાર રફીકભાઇએ આ ચેક બેંકમાં રજુ કર્યો હતો. પરંતુ રફીકભાઇને નાણાં ન મળ્યા હતા. કેમકે, આ બેંક એકાઉન્ટમાં પુરતું ભંડોળ ન હતું.
ત્યારબાદ રફીક ઇબ્રાહિમભાઇએ જામનગરની ચીફ કોર્ટમાં ચેક પરતની ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદ બાદ ચેકની રકમની ચૂકવણીમાંથી બચવા જિનેશભાઇ શાહે પોલીસમાં રફીકભાઇ ઇબ્રાહિમભાઇ તથા લલીતભાઇ તુલસીદાસ પોપટ વિરૂધ્ધ સીટી સી ડીવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચેકના ગેરઉપયોગ મામલે આઇપીસીની કલમ 406, 417, 114 મુજબ ફરીયાદ દાખલ કરી હતી.
આ ફરિયાદની વિરૂધ્ધ લલીતભાઇ તુલસીદાસ પોપટ તથા રફિક ઇબ્રાહિમભાઇએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં જિનેશભાઇ શાહ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ રદ કરવા માંગણી કરી હતી. આ ઉપરાંત ચેકની રકમની ચૂકવણીથી પોતાની જવાબદારીથી છટકવા, પોતાના પર થયેલી ચેક પરતની ફોજદારી ફરિયાદમાં બચાવ ઉભો કરવા આ ફરિયાદ જિનેશભાઇ શાહ તરફથી દાખલ કરવામાં આવેલી છે અને લલતીભાઇ પોપટ પાસેથી અંગત જરૂરિયાત માટે લીધેલા નાણાં પરત ન ચૂકવવા પડે એવા કારણોસર (જિનેશભાઇએ) હાલની પોલીસ ફરિયાદ કરેલી છે. આ પ્રકારની તમામ રજૂઆતો અને દલીલો લલિતભાઇ પોપટના પક્ષે વડીઅદાલતમાં થઇ હતી.વડી અદાલતે આ રજૂઆતો અને દલીલો ગ્રાહ્ય રાખી, જિનેશભાઇની ફરિયાદના સંદર્ભમાં લલીતભાઇ તુલસીદાસ પોપટ અને રફિકભાઇ ઇબ્રાહિમભાઇની ધરપકડ ન કરવા અદાલતે જામનગર પોલીસને આદેશ આપ્યો છે.
હાઇકોર્ટમાં આ કેસમાં લલિતભાઇ તુલસીદાસ પોપટ તથા રફિક ઇબ્રાહિમભાઇ તરફથી વકીલો પીયુષભાઇ લાખાણી અને નિર્મળસિંહ સરવૈયા હાજર રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular