વાર્ષિક ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનું કુલ દેવું વધીને 2.47 ટ્રિલિયન ડોલર (રૂ. 205 લાખ કરોડ) થયું છે. એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. ગયા નાણાકીય વર્ષના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કુલ દેવું 2.34 ટ્રિલિયન ડોલર (રૂ. 200 લાખ કરોડ) હતું.રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડેટાને ટાંકીને ઓનલાઈન બોન્ડ પ્લેટફોર્મ ઈન્ડિયા બોન્ડસએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનું દેવું સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 161.1 લાખ કરોડ હતું.
સંસ્થાએ આરબીઆઈ, ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી) પાસેથી ડેટા એકત્રિત કરીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે. કેન્દ્ર સરકાર પર સૌથી વધુ 161.1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે એટલે કે કુલ દેવાના 46.04 ટકા. આ પછી, દેવામાં રાજ્ય સરકારોનો હિસ્સો 24.4 ટકા એટલે કે 604 અબજ ડોલર (રૂ. 50.18 લાખ કરોડ) છે. રાજકોષીય ખર્ચ 111 બિલિયન ડોલર એટલે કે 9.25 લાખ કરોડ રૂપિયા છે, જે કુલ દેવાના 4.51 ટકા છે. રિપોર્ટ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં કુલ દેવામાં કોર્પોરેટ બોન્ડનો હિસ્સો 21.52 ટકા હતો, જે 531 બિલિયન (રૂ. 44.16 લાખ કરોડ) છે.
આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (આઇએમએફ)એ ઋણની આ સપાટી અંગે ભારતને ચેતવણી આપી છે. આઇએમએફના જણાવ્યા મુજબ કેન્દ્ર અને રાજ્યોને મેળવીને ભારતનું સામાન્ય સરકારી ઋણ તેની જીડીપીના 100 ટકાને વટાવી જઈ શકે છે.
આ સંજોગોમાં લાંબા ગાળાનું ઋણ ચૂકવવામાં તકલીફ પડી શકે છે. જો કે આઇએમએફના રિપોર્ટ સામે કેન્દ્ર સરકારે અસંમતિ વ્યક્ત કરી છે. સરકારર્દેવું જોખમની તુલનાએ ઘણું ઓછું છે. તેની પાછળનું કારણ એ છે કે મોટાભાગનું ઋણ ભારતીય રુપિયામાં જ છે.