જામનગર શહેરના ગ્રીનસિટી વિસ્તારમાં આવેલા મકાનમાં ચાલતાં સ્પામાં દારૂની મહેફિલ માણતા યુવતી સહિતના આઠ શખ્સોને સિટી ‘એ’ ડિવિઝન પોલીસે રેઇડ દરમિયાન ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ જામનગર શહેરના ગ્રીનસિટી વિસ્તારમાં આવેલા મકાનમાં ‘બોડીકેર સ્પા’માં ઇંગ્લીશ દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમીના આધારે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે શનિવારે રાત્રિના સમયે રેઇડ દરમ્યાન અલ્પેશ જમન પોપલિયા, કેવલ જિતેન્દ્ર વાઘેલા નામના બે પુરૂષ અને 6 મહિલા જિંગ્લેમ રંગફા વેંગ્જેન, નિલમબેન સવજીભાઇ સોલંકી, અનંગ કાસુ બીટીંગ, એન્જલ પાસંગ સેરપા, કિરોંગ યારબો લીટીન સહિતના આઠ શખ્સને પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 200ની કિંમતની 100 એમએલ ભરેલી દારૂની બોટલ સહિતના મુદામાલ સાથે મહેફિલ માણતા રંગેહાથ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


