Thursday, April 18, 2024
Homeરાષ્ટ્રીયઆંદોલનકારી ખેડૂતો પર કોઇ ગોળીબાર કરી જતું રહ્યું !

આંદોલનકારી ખેડૂતો પર કોઇ ગોળીબાર કરી જતું રહ્યું !

- Advertisement -

દિલ્હીના સિંઘુ બોર્ડર પર કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતો પર ગોળીબાર કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેને પગલે આ ખેડૂતોની સુરક્ષાને લઇને ફરી સવાલો ઉઠવા લાગ્યા છે. એક કારમાં સવાર કેટલાક શખ્સોએ સિંઘુ બોર્ડર પર ધરણા પર બેઠેલા ખેડૂતો પર ગોળીબાર કર્યો હતો અને બાદમાં સ્થળ પરથી નાસી ગયા હતા. આ શખ્સો કોણ હતા તેની પોલીસ દ્વારા તપાસ કરાઇ રહી છે.

- Advertisement -

એક મીડિયા રિપોર્ટ અનુસાર જે કારનો ઉપયોગ આ ઘટનાને અંજામ આપવા માટે કરાયો હતો તેનો નંબર ચંડીગઢનો હોવાનું સામે આવ્યું છે. સફેદ રંગની ઓડી કારમાંથી ઉતરેલા લોકોએ ખેડૂતો પર ગોળીબાર કર્યો હતો અને બાદમાં ભાગી ગયા હતા. જોકે ગોળી કોઇ ખેડૂતને વાગી ન હોવાથી કોઇ જાનહાનીની ઘટના નથી બની પણ ખેડૂતોની સુરક્ષાને લઇને ફરી સવાલો ઉઠી રહ્યા છે કેમ કે સિંઘુ બોર્ડર પર પોલીસ પણ મોટી સંખ્યામાં તૈનાત રખાઇ હતી. એવામાં આ શખ્સો કેવી રીતે પ્રવેશી શક્યા અને ખુલ્લેઆમ ગોળીબાર કરીને રવાના પણ થઇ ગયા.

બીજી તરફ આંદોલન કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે આ એક કાવતરાના ભાગરુપે થયેલો ગોળીબાર છે. જો આ ગોળીબાર કરનારા શખ્સોની સામે પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન કરવામાં આવી તો બીજા રસ્તાઓને પણ જામ કરી બ્લોક કરવાનું અમે શરુ કરી દઇશું. હાલ ખેડૂતો સિંઘુ બોર્ડર, ટિકરી, ગાઝીપુર અને યુપી ગેટ પર મોટી સંખ્યામાં બેઠા છે અને કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરવા આંદોલન ચલાવી રહ્યા છે. દરમિયાન આઠમી માર્ચે મહિલા દિન હોવાથી આંદોલનમાં મોટી સંખ્યામાં મહિલા ખેડૂતો પણ જોડાઇ હતી. જેઓએ આ સરહદોએ મોરચો સંભાળ્યો હતો અને આંદોલનને ટેકો આપ્યો હતો. ખાસ કરીને હરિયાણા, પંજાબથી મોટી સંખ્યામાં મહિલા ખેડૂતો આવી હતી અને આંદોલન સ્થળે બેસીને અન્ય ખેડૂતોની હિમ્મત વધારી હતી. આ બોર્ડર પર જે સ્ટેજ છે તેના પર અને ભાષણ આપવામાં પણ મહિલાઓ અગ્રેસર રહી હતી. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે વિવિધ રાજ્યોમાંથી 40 હજારથી વધુ મહિલાઓ આંદોલનમાં ભાગ લેવા માટે પહોંચી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular